Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

રાજકોટ-કાનાલૂસ ડબલ રેલ્‍વે ટ્રેક પ્રોજેકટઃ કુલ ૪૪ હેકટરજમીનનું ર૬૦ ખેડૂતો પાસેથી સંપાદન થશેઃ સાંજે ખાસ બેઠક

રાજકોટ-પડધરીના કૂલ ૧પ ગામો અંગે પ્રાથમિક જાહેરનામું બહાર પડી ગયું... : બીજા તબક્કાના જાહેરનામામાં ૭ ગામો આવરી લેવાયાઃ માધાપર-ઘંટેશ્‍વર-ખંઢેરી-પરાપીપળીયા-મોવૈયા સહિતના ગામોનો સમાવેશ...

રાજકોટ તા. ર૩ : રાજકોટ-કાનાલૂસ વચ્‍ચે રેલ્‍વે ડબલ લાઇન બનાવી રહ્યું છે, આ અત્‍યંત મહત્‍વના પ્રોજેકટ અંગે રાજકોટ-પડધરીના કુલ ૧પ ગામોનાં ર૬૦ ખેડૂતોની ૪૪ હેકટર જમીન સંપાદન કરાશે, આ માટે સીટી પ્રાંત-૩ શ્રી ટાંક અને તેમની ટીમ કામ કરી રહી છે.

અધીકારી સૂત્રોના જણાવ્‍યા મુજબ ૧પ ગામોની જમીન સંપાદન અંગે તમામ ગામોના પ્રથમ જાહેરનામા બહાર પડી ગયા છે, રેલ્‍વે-DILR દ્વારા માપણી કરી લેવાઇ છે, બીજા તબકકામાં ર૦-A  મુજબ ૭ ગામનું જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું છે, પ્રથમ તબકકામાં ૭ વાંધા આવ્‍યા હતા, તેની સુનાવણી પુરી થઇ છે, માપણી અંગેનાં રીપોર્ટ સબમીટ કરી લેવાયો છે, રાજકોટ-પડધરીના ૭ ગામોમાં માધાપર, ઘંટેશ્‍વર, પરાપીપળીયા, મોવૈયા, મેધપુર-ખંઢેરી-મોટા રામપરા છે, આ પ્રોજેકટ અંગે સાંજે રેલ્‍વે-ડીઆઇએલઆર, જમીન દફતર વિગેરે અધીકારીઓની ખાસ મીટીંગ યોજાઇ છે.

(4:26 pm IST)