Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ખોટા દાગીના પર લોન મેળવી બેંક સાથે ૧.૨૪ કરોડની ઠગાઇઃએક પકડાયો

ક્રાઇમ બ્રાંચે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી અમદાવાદના અનીલ ગોયાણીને દબોચ્યો

રાજકોટ તા. ૨૩ : ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી બેંકમાં ખોટા દાગીના ઉપર લોન મેળવી બેંક સાથે રૃા. ૧,૨૪,૬૭,૬૦૦ની છેતરપીંડીના ગુનામાં ક્રાઇમ બ્રાંચે વધુ એક શખ્સની ધરપકડ કરી હતી.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાં નાસતા - ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવે સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.જે.હુણ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્યારે ગાંધીગ્રામ પોલીસ મથકમાં બેંક સાથે થયેલી ૧,૨૪,૬૭,૬૦૦ની છેતરપીંડીના ગુનામાં બાર વર્ષથી ફરાર શખ્સ રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવ્યો હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. અમીતભાઇ અગ્રાવત, કિરતસિંહ ઝાલા અને કોન્સ. કુલદીપસિંહ રાણાને બાતમી મળતા ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રાવેલ્સના પાર્કિંગ પાસેથી અનીલ રમેશભાઇ ગોયાણી (ઉ.૪૦) (રહે. કર્ણાવતી એન્કલેવ ઇ-૭૦૧, શ્રી નંદસીટી-૪ની સામે, ન્યુ મણીનગર, રામોલ અમદાવાદ મૂળ સોની બજાર સવજીભાઇની શેરી)ને પકડી લીધો હતો. આ કામગીરી પીએસઆઇ એમ.જે.હુણ, એએસઆઇ ઘનશ્યામભાઇ મેણીયા, હેડ કોન્સ. અમીતભાઇ અગ્રાવત, મયુરભાઇ પલારીયા, કિરતસિંહ ઝાલા, સંજયભાઇ રૃપાપરા, કોન્સ. કુલદીપસિંહ રાણા અને પ્રદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

(3:32 pm IST)