Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ગંગોત્રીપાર્ક મેઇન રોડ પર ખુલ્લા પ્લોટથી વધતા ન્યુસન્સ અંગે આસપાસના રહીશોની રજુઆત

રાજકોટ તા. ૨૩ : યુનિવર્સિટી રોડ પર ગંગોત્રી પાર્ક મેઇન રોડ પરના નંદવન હાઇટસ, નંદગાંવ અને માતૃ વસુધા એપાર્ટમેનટના રહેવાસઓએ મ્યુ. કમિશ્નર અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનને આવેદનપત્ર પાઠવી આ વિસ્તારના મહાપાલિકાના ખુલ્લા પ્લોટમાં મંડપ નાખીને શેરડીના ચીચોડા ચલાવનારાઓનો ત્રાસ અસહ્ય બન્યો હોય પ્લોટ તાકીદે ખાલી કરાવવા રજુઆત કરી હતી.

રજુઆતમાં જણાવ્યુ હતુ કે રસના સ્ટોલના લીધે અહીં ટ્રાફીકની સમસ્યા રહે છે. અવાજનું પ્રદુષણ રહે છે. ગંદકીનો ત્રાસ તેમજ ન્યુસન્સ તત્વો ખુલ્લામાં પેશાબ કરી જતા હોય મહીલાઓ માટે શરમજનક સ્થિતીમાં મુકાઇ જવુ પડે તેવા દ્રશ્યો સર્જાય છે. આ પ્લોટમાં ક્રિકેટ રમવાવાળાઓ પણ કબજો જમાવવા પ્રયાસો કરી રહ્યા છે.

ત્યારે સત્વરે આ પ્લોટનું ન્યુસન્સ દુર કરી આસપાસના લોકોને તકલીફ ન થાય તેવા તકેદારીના પગલા ભરવા લોકોએ આવેદનપત્રમાં રજુઆત કરી છે. ખુલ્લા પ્લોટને કમ્પાઉન્ડ વોલ કરાવી લેવા પણ સુચન કરાયુ છે.

(4:27 pm IST)