Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ગુંદાળા ગામે બંધ મકાનમાંથી તસ્કરો ૭ લાખના દાગીના-રોકડ ચોરી

વહેલી સવારે ખેડૂત મગનભાઇ સોજીત્રા વાડીએ પાણી પાવા ગયા'ને તસ્કરો ઘર સાફ કરી ગયા

રાજકોટ તા. ર૩ :.. ગોંડલના ગુંદાળા ગામે તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી ૭ લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડ ચોરી કરી ગયા હતાં.

ખેડૂત મગનભાઇના પરિવારમાં લગ્ન હોય તાજેતરમાં જ સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરી હતી. તસ્કરો અંદાજે ૬ થી ૭ લાખના દાગીના ચોરી કરી ગયા હતાં.

આ અંગે તાલુકા પોલીસને જાણ કરતા  હેડ કો. ધર્મેન્દ્રસિંહજી સહિતના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ ગોંડલના ગુંદાળા ગામે રહેતા અને ખેતી કામ કરતા મગનભાઇ સોજીત્રા તથા તેના પરિવારજનો આજે વહેલી સવારે વાડીએ પાણી પાવા ગયેલ તે દરમ્યિાન તેના બંધ રહેલ મકાનના તસ્કરોએ તાળા તોડી ઉપરના રૃમના કબાટનું લોક તોડી કબાટમાં રહેલ ચાર તોલાની બે સોનાની લકકી, છ તોલોના સોનાનો હાર, ચાંદીના કંદોરા નંગ-ર, બે તોલાનો સોનાનો ચેઇન, ૪ ગ્રામની સોનાની વીટી, ૧ તોલાની સોનાની કડી, ૪ ગ્રામના સોનાના કૈડા નંગ-૪, ૮ ગ્રામની બે જોડી સોનાની બુટી, ચાંદીના સાંકળા નંગ-ર, ચાંદીના સિકકા નંગ-ર, સોનાના દાણા નંગ-૩, તથા ર૦,૦૦૦ ની રોકડ ચોરી કરી ગયા હતાં.

(3:43 pm IST)