Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

અકસ્‍માતમાં ઘાયલ વ્‍યક્‍તિની ૪૫ હજારની રોકડ ૧૦૮ની ટીમે પરત કરી

રાજકોટઃ ગવરીદળ નજીક હાઇવે પર મોડી રાતે વાહન અકસ્‍માત થતાં ત્‍યાં ઉભેલા જયેશભાઇ નામના વ્‍યક્‍તિએ ફોન કરતાં ૧૦૮ તત્‍કાલ પહોંચી ગઇ હતી. ગ્રીનલેન્‍ડ ચોકડી લોકશનની ૧૦૮ના પાઇલોટ રવિભાઈ નિમાવત તથા ઇએમટી  નિલેશભાઈ સોલંકીએ પહોંચી તપાસ કરતાં ટ્રક અને બાઇક વચ્‍ચે અકસ્‍માત થયાનું અને બાઇકચાલક રામકિશનભાઇને ગંભીર ઇજા થયાનું જણાતાં તુરત સિવિલ હોસ્‍પિટલે ખસેડી તેની પાસેથી મળેલી રૂા.૪૫૦૬૦ની રોકડ અને એન્‍ડ્રોઇડ ફોન તેમના કોન્‍ટ્રાક્‍ટર ભરતભાઇ વાલજીભાઇ મેંદપરાને સિવિલ હોસ્‍પિટલે બોલાવી પરત કરી પ્રમાણિકતા દાખવી હતી.

(3:46 pm IST)