Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

કાલે ઇશીતા વિશ્વકર્મા રાજકોટીયનોને ડોલાવશે

સુરસરીતાના ઇવેન્‍ટસ અને ફેસ્‍ટીવ એન્‍ટરટેઇનમેન્‍ટ આયોજીત કાર્યક્રમમાં સારેગામાપા-૨૦૧૯ વિનર, ઇન્‍ડિયા‘ઝ ગોટ ટેલેન્‍ટના રનર્સઅપ યુવા ગાયીકા પ્રથમ વખત રાજકોટમાં : લતાદીદી અને રફી સાહેબના ગીતો ગુંજશેઃ વિશ્વનાથ બાટુંગે પણ જમાવટ કરશે

રાજકોટઃ કોરોનાના કપરા સમય બાદ ૩ વર્ષ પછી ફરી એકવાર રાજકોટની સંગીતપ્રેમી જનતા સમક્ષ સુરસરીતા ઇવેન્‍ટસ દ્વારા ફેસ્‍ટીવ એન્‍ટરટેઇનમેન્‍ટના સથવારે સંગીતમય કાર્યક્રમોની શાનદાર સફર કરવા જઇ રહયુ છે.

વર્ષ ૨૦૨૩નો પ્રથમ કાર્યક્રમ છોટી લતાનું જેને ઉપનામ મળેલ છે અને  સા રે ગા મા પા-૨૦૧૯માં ઇન્‍ડિયા'ઝ ગોટ ટેલેન્‍ટમાં રનર્સ અપ સુધી સંગીતની સફરને પહોંચાડી તથા સંગીત સાથે મધ્‍યપ્રદેશ સરકાર દ્વારા ચાલતા બાળવિવાહ અટકાવવાના અભિયાન લાડોના બ્રાન્‍ડ એમ્‍બેસેડર અને ભારતના પૂર્વ ઉપરાષ્‍ટ્રપતિ દ્વારા ધ્રુવ તારા એવોર્ડ જે ભારતમાં ફકત ૩૦ વ્‍યકિતને મળેલ છે. જે સ્‍વચ્‍છતા અભીયાન-૨૦૨૨માં સુન ભૈયા કચરેવાલી ગાડીના બ્રાન્‍ડ એમ્‍બેસેડર, એવા ઇશીતા વિશ્વકર્મા રાજકોટની સંગીતપ્રેમી જનતાને પોતાના મધુર કંઠે લતા મંગેશકરજીના યાદગાર ગીતોને રજુ કરવા આવી રહયા છે.

લીટલ ચેમ્‍પથી શરૂ થયેલ તેમની સંગીત સ્‍વર સાધના આગળ જતા સા રે ગા મા પા-૨૦૧૯નાં વિનર સુધી અને ઇન્‍ડિયા‘ઝ ગોટ ટેલેન્‍ટમાં રનર્સ અપ સુધી સફર કરેલ છે. એપિસોડ તેમના પિતાને શ્રધ્‍ધાંજલી આપતા તમામ શો તેમણે કાળો કોટ ધારણ કરી પુરા કરેલ અને ઇન્‍ડિયા'ઝ ગોટ ટેલેન્‍ટનાં રનર્સ અપ સુધી ૨૦૨૨માં પહોંચી વિશિષ્‍ટ સિધ્‍ધી હાંસલ કરેલ.

આગામી ટુંક સમયમાં સીતા ફીલ્‍મમાં કંગના રનૌત માટે તેઓ પ્‍લેબેક સીંગીંગ કરી ફીલ્‍મ પ્‍લેબેક સીંગર તરીકે ખ્‍યાતી પ્રાપ્ત થશે. તેમની આ સંગીત સફરમાં તેમની માતા-પિતા અને બહેન દ્વારા ખૂબજ પ્રોત્‍સાહન મળેલ હતું.

ઇશિતા વિશ્વકર્મા સાથે આ કાર્યક્રમમાં અન્‍ય સાથી કલાકાર વિશ્વનાથ બાટુંગે કે જેઓ પણ ઝી ટીવી પ્રસ્‍તુત રીયાલીટી શો સા રે ગા મા પામાં ૨૦૦૫-૨૦૦૬ દરમ્‍યાન ૩૬ એપીસોડ સુધી પાર્ટિસીપેડ રહયા હતા. અને તે દરમ્‍યાન ઘણા જ નામી સંગીતકાર-ગીતકાર-કલાકારોકે જેઓ જજ તરીકે આવતા ત્‍યારે વિશ્વનાથને સાંભળી અચંબીત થઇ જતાં, તેઓ અત્‍યાર સુધીમાં લક્ષ્મીકાંતજી, રવિન્‍દ્ર જૈન, શાન, હિમેશ રેશમીયા, શબ્‍બીરકુમાર જેવા અનેક પ્‍લેબેક સીંગરો સાથે સ્‍ટેજ શેર કરેલ છે, અને રફી ૃસાહેબના અવાજને પોતાના કંઠે રજુ કરી ખુબજ પ્રસિધ્‍ધી પ્રાપ્ત કરેલ છે.

તા.૨૪ જાન્‍યુઆરીએ હેમુગઢવી હોલ ખાતે રાત્રે ૯.૩૦ વાગ્‍યે રજુ થનાર આ બંન્ને કલાકારોને સંગીતનો સથવારો સમગ્ર ગુજરાત જ નહી ભારતભર અને વિદેશમાં પણ અનેક પ્‍લેબેક સીંગરોને સંગીતનો સથવારો પોતાના બેન્‍ડ હની ટયુન બેન્‍ડના મયુર સોનીનો રહેશે.

વિશ્વ ફલક પર પોતાના નામને ગુંજતુ કરનાર મયુર સોની નાના શહેર ભુજ(કચ્‍છ) ના છે. પરંતુ ગુજરાતે સંગીતક્ષેત્રે ખુબજ ગૌરવ અપાવેલ છે. એક સાથે ૫ કિબોર્ર્ડનું સંચાલન કરવું અને સમગ્ર મ્‍યુઝીશ્‍યનને કંડકટ કરવું એ તેમની આગવી ખુબી છે.

ઇશિતા વિશ્વકર્મા સાથે તેમણે કોણ હલાવે લીમડી ગીત કંપોઝ કરેલ છે અને યુ ટયુબ પર આ ગીત ધુમ મચાવી રહયુ છે.

હિન્‍દી, ઉર્દુ, ગુજરાતી અને અંગ્રેજી ભાષા પર જેમનું પ્રભુત્‍વ છે અને સંગીતના કાર્યક્રમના સંચાલનમાં એવુ કહી શકાય કે તેમની માસ્‍ટરી છે એવા શહેર અમદાવાદના મોહસીન શેખ દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવશે. તા.૨૪ જાન્‍યુઆરી, મંગળવારે ૯.૩૦ કલાકે હેમુગઢવી હોલ ખાતે રજુ થનાર આ કાર્યક્રમમાં લતા મંગેશકર અને મહંમદ રફીના ગીતો ગુંજશે.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સુરસરીતાના જયેશભાઇ ઓઝા અને તેમની સાથે ફેસ્‍ટીવ એન્‍ટરટેઇનમેન્‍ટના અભીનવ પટેલ દ્વારા કરવામાં આવેલ છે. આ સંસ્‍થા દ્વારા ૨૦૨૩ની વાર્ષિક મેમ્‍બરશીપ શરૂ થયેલ છે જેમાં વર્ષ દરમ્‍યાન સંગીતના શાનદાર ૪ પ્રોગ્રામ રાજકોટની સંગીતપ્રેમી, કલાપ્રેમી જનતા સમક્ષ રજુ કરે છે. આવનારા તમામ કાર્યક્રમોની મેમ્‍બરશીપ વિશે વધુ માહિતી માટે સંપર્ક જયેશભાઇ ઓઝા ૯૪૨૯૦ ૪૫૨૧૪, ૯૭૩૭૦ ૭૭૭૭૯ ઁનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

(3:47 pm IST)