Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

સૌ.યુનિ. સાથે ગેરરીતી આચરવા અંગે કોન્‍ટ્રાકટરને બ્‍લેકલીસ્‍ટ કરવાનો હુકમ રદ

રાજકોટ, તા.૨૩: સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં માટી અને પાણીના ફેરાના કોન્‍ટ્રાકટમાં ગેરરીતિ આચરવાના કારણોસર બિલ્‍ડીંગ મટીરીયલ્‍સ કોન્‍ટ્રાકટરને બ્‍લેક લિસ્‍ટ કરવાના નિર્ણય સામે થયેલી રિટ પિટિશનમાં ગુજરાત હાઇકોર્ટ કોન્‍ટ્રાકટરને બ્‍લેક લિસ્‍ટ કરવાનો હુકમ રદ કરી જે યુનિવર્સિટીને રીમાન્‍ડ કરવામાં આવ્‍યો છે.

આ કેસની હકીકત મુજબ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્‍ડ ઉપર માટીના ફેરા તેમજ પાણી સપ્‍લાયના કોન્‍ટ્રાકટર ચંદુભાઇ રાજાભાઇ માલકીયા સામે ગોટાળો અને તેના સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના આ હુકમને કોન્‍ટ્રાકટર માલકીયાએ પોતાને સાંભળ્‍યા વિના સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીએ પોતાને એકતરફી બ્‍લેક લિસ્‍ટ કર્યા હોવાનું જણાવી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી હતી.

આ રીત પીટીશનમાં આખરી સુનાવણી બાદ હાઇકોર્ટ ચીફ જસ્‍ટીસ એ જે શાસ્‍ત્રીની બેંચે બંને પક્ષના વકીલોની રજુઆતો દલીલો ત્‍યારબાદ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ચંદુભાઇ માલકીયાને બ્‍લેક લિસ્‍ટ કરવાના હુકમને ગેર બંધારણીય અને ગેર ન્‍યાયના સિધ્‍ધાંત વિરૂધ્‍ધ ગણાવી કોન્‍ટ્રાકટરની તરફેણમાં ચુકાદો આપ્‍યો હતો અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીને રીમાન્‍ડ કરવા જણાવ્‍યુ હતું. આ કેસમાં અરજદાર વતી હાઇકોર્ટના એડવોકેટ હરેશ પટેલ, જય પટેલ, એન જે શાહ, જે એમ બારોટ રોકાયા હતા.

(3:52 pm IST)