Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

હીરામણિ નર્સરી - કે. જી. સ્‍કુલમાં વાર્ષિકોત્‍સવ

રાજકોટઃ હીરામણિ નર્સરી-કે.જી. (અંગ્રેજી-માધ્‍યમ)નો વાર્ષિકોત્‍સવ હીરામણિ રંગમંચ ઉપર સાંજે ૬.૦૦ થી ૭.૩૦ દરમિયાન યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ‘‘ડ્રીમ કેરેકટર''ની થીમ ઉપર નૃત્‍ય તેમજ દેશભકિતના ગીતો, ફિલ્‍મી ગીતો અને સામાજીક સંદેશ ‘‘સેવ વોટર'' ઉત્‍સાહભેર રજૂ કર્યા હતાં. નર્સરી-કે.જી.ના કુલ ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ માણવા લગભગ ૧,પ૦૦ની સંખ્‍યામાં વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. તેમ સી.ઇ.ઓ. ભગવત અમીન જણાવે છે.

(3:56 pm IST)