Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

વોર્ડ નં. ૯ માં ફરિયાદોના નિરાકરણ, સ્‍વચ્‍છતા સહિતના મુદે્ અમિત અરોરાની રિવ્‍યુ મિટીંગ

રાજકોટ તા. ર૩ :.. રાજકોટ શહેરને સ્‍વચ્‍છ, સુંદર અને સુવિધાપ્રદ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્‍યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા દ્વારા સતત સ્‍થળ મુલાકાત કરવામાં આવે છે, જે અંતર્ગત મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ આજે તા. ર૩ ના રોજ વોર્ડ નં. ૯ વોર્ડ ઓફીસ ખાતે વિવિધ કામગીરી અંગે રીવ્‍યુ મીટીંગ પણ કરી હતી તેમજ એપ્‍લીકેશન મારફત કરવામાં આવતી ટેકસની કામગીરીની સમીક્ષા કરી હતી.

મહાનગરપાલીકા દ્વારા કર્મચારીઓને ટેકસ રિકવરી માટે ફરજ સોંપવામાં આવેલ છે જે કર્મચારીઓને ફરજ સોંપેલ છે તે તમામ કર્મચારીઓને એપ્‍લીકેશન ઓથોરીટી આપવામાં આવેલ છે જેના મારફતથી ટેકસ બાકી ધારકો પાસે રૂબરૂ જઇને કર્મચારીઓ દ્વારા બાકી વેરાની માહિતી આપવામાં આવતી હોય છે તેમજ ટેકસ ધારકનાં મોબાઇલ નંબર એડ ન હોય અથવા મોબાઇલ નંબર અપડેટ કરવાનો હોય તો સ્‍થળ પર જ કરી આપવામાં આવે છે અને તેમના મોબાઇલ નંબર પર વોટસએપમાં બીલ મોકલી આપવામાં આવે છે.મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાની વિઝીટ દરમ્‍યાન સીટી એન્‍જી. એચ. યુ. દોઢિયા, પર્યાવરણ ઇજનેર નિલેશ પરમાર, આરોગ્‍ય અધિકારી જયેશ વાંકાણી, કમિશનર બ્રાન્‍ચના ડીઇઇ એ. જે. પરસાણા, એ. ટી. પી. રેનીશ વાછાણી, નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્‍વિજયસિંહ તુવર, નાયબ આરોગ્‍ય અધિકારી ભુમિબેન કામાણી અને વોર્ડ ઓફીસરશ્રી મૌલિક ગોંધીયા વિગેરે સાથે રહ્યા હતાં.

(3:59 pm IST)