Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

રેસકોર્સ-પેડક રોડ-કોઠારિયા રોડ પરથી મંજૂરી વિનાના ૧૭૧ બોર્ડ-બેનરો જપ્ત

શહેરના વિવિધ વિસ્‍તારમાંથી ૬૮ રેંકડી-કેબીન, પરચુરણ સામાન જપ્તઃ ૭ર હજારનો વહીવટી ચાર્જ વસુલ

રાજકોટ તા. ર૩ :.. મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા ૧૯ જાન્‍યુઆરી થી રર  જાન્‍યુઆરીની શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્‍ય ચીજ વસ્‍તુઓ, ૧ર૦ કિલો શાકભાજી-ફળો તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, ૧૭૧ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. રસ્‍તા પર નડતર રૂપ ૧૮ રેંકડી તે પરાબજાર શેરી, યુનિ. રોડ, સાધુ વાસવાણી રોડ, માનસરોવર પરથી જપ્ત કરવામાં આવી હતી.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ જુદી જુદી અન્‍ય ૪૯ પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવી સ્‍વાસર્ય સોસાયટી શુક્રવારી બજાર, લક્ષ્મીનગર નાલા પાસે, આનંદ બંગલા કેવડાવાડી પટેલવાડી સામે, ઢેબર રોડ, રૈયા રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી.

આ ઉપરાંત ૧ર૦ કી. ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જંકશન રોડ, જયુબેલી, પરાબજાર, રેલ્‍વે જંકશન રોડ, પરથી જપ્ત કરવામાં આવ્‍યા હતા. તેમજ રૂા. પપ,૮પ૦ વહીવટી ચાર્જ દસ્‍તુર માર્ગ, જયુબેલી, જંકશન રોડ, યુનિ. રોડ, પરથી વસુલ કરવામાં આવ્‍યો હતો.

રૂા. ૧૭,રપ૦ મંડપ ચાર્જ જે મવડી મેઇન રોડ, મૌવા રોડ, પંચાયત ચોક, સાધુ વાસવાણી રોડ, હેમુ ગઢવી રોડ, સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ, સંત કબીર રોડ, યાજ્ઞિક રોડ, હેમુ દસ્‍તુર માર્ગ, પાસેથી વસુલ કરવામાં આવ્‍યો હતો અને ૧૭૧ બોર્ડ-બેનર તે રેસકોર્સ, પેડક રોડ, કોઠારીયા રોડ, પરથી જપ્ત કરવામાં આવ્‍યા હતાં.

(4:24 pm IST)