Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી દ્વારા કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની ઉપસ્‍થિતીમાં સભ્‍ય પરીવારનું સ્‍નેહમિલન

સંગીત સંધ્‍યા, ભોજન સમારંભ તથા સન્‍માન સમારોહનું ભવ્‍ય આયોજન કરાયું

રાજકોટ, તા. ર૩ : વેપાર-ઉદ્યોગનું પ્રતિનિધિત્‍વ કરતી ૬૯ વર્ષ જુની વરિઠ મહાજન સંસ્‍થા રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એ  ઈન્‍ડસ્‍ટ્રીના વિશાળ સભ્‍ય પરીવારનું તોહમિલન, સંગીત સંધ્‍યા, ભોજન સમારંભ તથા સન્‍માન સમારોહનું  તા.૨૨-૧-૨૦૨૩, રવિવારના રોજ ભવ્‍ય આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શોભામાં અભિવળધ્‍ધિ  વધારવા મુખ્‍યમહેમાન તરીકે ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સંસદ  સભ્‍ય રામભાઈ મોકરીયા, મેયરશ્રીડો. પ્રદિપભાઈ ડવ, ધારાસભ્‍યશ્રીમતી ડો.દર્શિતાબેન શાહ, ધારાસભ્‍ય  રમેશભાઈ ટીલાળા, પ્રદેશ ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઈ બોઘ રા, ગૌસેવા આયોગના પુર્વ ચેરમેન વલ્લભભાઈ  કથીરીયા, કસ્‍ટમ્‍સ એડીશનલ કમિશનર મનિષકુમાર ચાવડા, SGST જોઈન્‍ટ કમિશ્‍નર રિધેશભાઈ  રાવલ, જીલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના જનરલ મેનેજર કે.વી. મોરી, ચેમ્‍બરના પુર્વ પ્રમુખશ્રીઓ, વિવિધ સમાજના  પ્રમુખશ્રીઓ, તેમજ સૌરાષ્‍ટ્રની ચેમ્‍બરો અને એસોસીએશનના હોદેદારો તેમજ બહોળી સંખ્‍યમાં સભ્‍ય  પરીવારો ઉપસ્‍થિત રહેલ.   

કાર્યક્રમના પ્રારંભે રાજકોટ ચેમ્‍બરના માનદમંત્રી નૌતમભાઈ બારસીયાએ સર્વે ઉપસ્‍થિત મહાનુભાવો  તથા સભ્‍ય પરિવારનું હાર્દિક સ્‍વાગત કરી રાજકોટ ચેમ્‍બર વેપાર-ઉદ્યોગના પ્રશ્નોને વાચા આપવા માટે  હંમેશા કટીબધ્‍ધ છે. તેમજ આપ સૌના સાથ અને સહકાર થકી અમો સતત કાર્યશીલ છીએ તે બદલ આભાર  વ્‍યકત કરી સહદય સૌનું સ્‍વાગત કરેલ.    ગુજરાત રાજયના  કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાનું રાજકોટ ચેમ્‍બરના પ્રમુખ વી.પી.  વૈષ્‍ણવ, ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા અને માનદ્મંત્રી નૌતમભાઈ બારસીયાએ બુક તથા મોમેન્‍ટો  અર્પીને સન્‍માન કરેલ તેમજ અન્‍ય મહાનુભાવોનું પણ બુક તથા મોમેન્‍ટો અર્પીને સન્‍માન કરવામાં આવેલ.   

રાજકોટ ચેમ્‍બર દ્વારા અત્‍યાધુનીક અને સંપુણ માહિતી સાથેની નવી એપ્‍લીકેશન ગુજરાત રાજયના  કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, પ્રમુખ વી.પી. વૈષ્‍ણવ તથા અન્‍ય મહાનુભાવોના હસ્‍તે  લોન્‍ચીંગ કરવામાં આવેલ. તેમજ વેપાર-ઉદ્યોગ જગતના નામાંકીત ઉદ્યોગકાર અને શેરબજારમાં ટુંકા  સમયમાં લીસ્‍ટ થઈ ખુબ જ સારી માર્કટ કેપ હાંસલ કરનાર કંપનીઓ મે.રોલેક્ષ રીંગ્‍સ લીમીટેડ, બોમ્‍બે સુપર  હાઈબ્રીડસ લીમીટેડ અને મારૂતી ઈન્‍ટીરીયર પ્રોડકટસ લીમીટેડનું મોમેન્‍ટો અર્પી સન્‍માન કરવામાં આવેલ.

  પ્રમુખ વી.પી. વેષ્‍ણવએ ઉદધોધન કરતા જણાવેલ કે રાજકોટ ચેમ્‍બરના તોહમિલન કાર્યક્રમમાં આમંત્રણને  માન આપી ઉપસ્‍થિતી સૌ મહાનુભાવો પ્રત્‍યે આનંદની લાગણી વ્‍યક્‍ત કરેલ. રાજકોટ ચેમ્‍બર છેલ્લા ૬૯  વર્ષથી વેપાર-ઉદ્યોગ જગતના વિકાસ માટે કાર્યરત છે. તેમજ તેઓના નાના મોટા પ્રશ્નોને કેનદ તથા રાજય  સરકારમાં રજુ કરી નિરાકરણ લાવવા માટે હંમેશા અગ્રેસર રહે છે. વેપાર-ઉદ્યોગોના પ્રશ્નો હોય કે  રાજકોટના વિકાસને લગતી કોઈપણ જરૂરીયાત હોય તેની રજુઆત કરી એક બ્રીજ તરીકે કામ કરી રહી  છે. જેના ફળસ્‍વરૂપે રાજકોટ ખાતે નવું ગ્રીન ફીલ્‍ડ એરપોર્ટ અને એઈમ્‍સ હોસ્‍પીટલ પ્રાપ્ત કરેલ છે. સાથો સાથ  નવી જીઆઈડીસી, અન્‍ય રાજયોમાં જવા માટે ૧૩ જેટલી ફ્‌લાઈટોની કનેકટીવીટી ઉપરાંત તાજેતરમાં  ઉદેપુરની ફલાઈટ રાજકોટ ચેમ્‍બરની રજુઆતથી શરૂ થઈ છે. રાજકોટ ચેમ્‍બર તમામ એસોસીએશનોને સાથે  રાખીને કામ કરી રહી છે. MSME ક્ષેત્રે રાજકોટ અવ્‍વલ નંબરે રહયું છે. ત્‍યારે આવનારા દિવસોમાં  વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના પ ટ્રીલીયન ડોલર ઈકોનોમી વધારવાનું વિઝન છે તેમાં સુર પુરાવી તે  વિઝન પુરૂં પાડવા પ્રયાસ કરાશે. સ્‍વાભાવીક છે કે વિકાસશીલ રાજયમાં પ્રશ્‍નો વધુ હોય અને સરકાર  પાસે  વેપાર-ઉદ્યોગની અપેક્ષા વધારે હોય છે ત્‍યારે રાજકોટ ચેમ્‍બર દ્વારા સરકાર સમક્ષ ૨૧ જેટલા વિવિધ  પ્રશ્‍નો ધ્‍યાને મુકેલ છે. જેનું સત્‍વરે નિરાકરણ થાય તે માટે રજુઆત કરાયેલ છે. GST  કાઉન્‍સીલની મિટીંગ  દર ત્રણ મહીને મળતી હોય છે. તો GST માં નાના મોટી ઘણી વિસંગતતાઓ છે તો તે માટે GST  સંકલન  સમીતીની રચના કરવી અને તેમાં રાજયની લીડીંગ ચેમ્‍બરોને પ્રતિતિધિત્‍વ આપવું. જેથી કરોને પ્રશ્‍નોનું  ઝડપથી સેરાકરણ લાવી શકાય. PGVCL ને લગતા ઘણાં પ્રશ્‍નો છે જેના માટે આગમી ટુંક સમયમાં એક  ઓપન હાઉસ યોજી ઉકેલ લાવવા પ્રયાસ કરાશે. સાથો સાથ ટુંક સમયમાં ઔદ્યોગીક એકમોના વિવિધ પેન્‍ડીંગ  પ્રશ્‍નો અંગે ગુજરાત સરકારના નેજા હેઠળ રાજકોટ ખાતે એક ઓપન હાઉસ યોજીશું તેમ જણાવેલ.   

રાજય સભાના સંસદસભ્‍ય રામભાઈ મોકરીયાએ જણાવેલ કે વેપાર-ઉદ્યોગના પ્રશ્‍નોનો ઉકેલ લાવવા જે  રજુઆતો કરાયેલ છે તે તેમનો હકક છે. ત્‍યારે જે જે પ્રશ્‍નો રજુ કરાયેલ છે તેનું યોગ્‍ય અને સચોટ નિરાકરણ  લાવવા માટે ખાત્રી આપેલ છે. સાથો સાથ દેશનો વિકાસ કરવો હોય તો ઉધ્‍યોગ જગતનો વિકાસ થવો જોઈએ  એ માટે અમો સતત પ્રયત્‍નશીલ રહીશું.  

 કાર્યક્રમના મુખ્‍ય મહેમાન ગુજરાત રાજયના કેબીનેટ મંત્રા ભાનુબેન બાબ રીયાએ રાજકોટ ચેમ્‍બરના  તોહમિલન કાર્યક્રમાં હાજરી આપવા આમંત્રણ આપેલ તે બદલ સહદય અભાર વ્‍યકત કરતા જણાવેલ કે  ગુજરાતના વિકાસમાં વેપાર-ઉદ્યોગનો મહત્‍વનો સિંહ ફાળો રહયો છે. રાજકોટ જેમ એન્‍જીનીય રીંગનું હબ  છે એમ મોરબીનો સીરામીક ઉદ્યોગ અને જેતપુરનો સાડી ઉદ્યોગ દેશભરમાં જાણીતો છે. રાજકોટનો  ઔદ્યોગીક વિસ્‍તાર [äõrÎáÀ ૫૨ વિસ્‍તરી રહયું છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતના  વિકાસને એક રોલ મોડેલ બનાવ્‍યું છે. અને સમગ્ર દેશમાં ગુજરાત રાજય આજે નંબર વન રાજય તરીકે  ઉભરી આવ્‍યું છે. રાજકોટ ચેમ્‍બરના માધ્‍યમથી વેપાર-ઉદ્યોગના જે વણઉકેલ પ્રશ્નો છે તેનો ઉકેલ લાવવા  પ્રયાસ કરીશું અને રાજકોટના વિકાસ માટે કયારેય પાછી પાની નહી કરાય તેની ખાત્રી આપેલ.   

કાર્યક્રમના અંતે રાજકોટ ચેમ્‍બરના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રાએ તોહમિલન કાર્યક્રમમાં ઉપસ્‍થિત સૌ  મહાનુભાવો, સરકારી અધિકારીઓ, સભ્‍ય પરિવાર, પ્રેસ મિડીયા તથા વિવિધ ચેમ્‍બરો અને એસોસીએશનોના  હોદેદારો હાજરી આપવા બદલ આભારની લાગણી વ્‍યકત કરેલ. તેમજ તમામ કારોબારી સભ્‍યોએ આ  કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ. તેમ રાજકોટ ચેમ્‍બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(4:00 pm IST)