Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

રાજકોટ જિલ્લા ભાજપમાં ભડકો : એકસાથે 19 આગેવાનોને પાણીચું ગેરશિસ્ત અને બળવાખોરી કરનારને સસ્પેન્ડ કરાયા

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી અન્વયે ભાજપના નિયમોની અવગણના કરનાર એકસાથે 19 બળવાખોરોને ભાજપ દ્વારા પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે. આ ઘટનાના પગલે જિલ્લા ભાજપમાં ભડકો થયો છે તેમજ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર પાર્ટીમાં ગેરશિસ્ત દાખવનાર અને પાર્ટીમાં બળવો કરનાર જીલ્લા ભાજપના 19 આગેવાનોને સસ્પેન્ડ કરવાના હુકમો કરવામાં આવેલ છે

  પ્રદેશ ભાજપની સીધી સુચના અનુસાર જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મનસુખભાઈ ખાચરીયાએ મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા તથા શિસ્ત સમિતિ સાથે પરામર્શ કરીને બળવાખોરોના નામો અને બળવો કરવાના કારણો જાણીને જીલ્લા પરામર્શ સમિતિમાં ચર્ચા કરવામાં આવી અને જીલ્લા અને તાલુકા ભાજપના 19 આગેવાનોને સસ્પેન્ડ કરવામાં આવેલ છે

  જેમાં ઉપલેટા તાલુકાના વિજયભાઈ પાઘડાર, ધોરાજી તાલુકામાં રાજેશભાઈ પીઠીયા, જેતપુર તાલુકામાં કેશુભાઈ હીરાભાઈ સરવૈયા, મનોજભાઈ ભીખાભાઈ પરમાર, ઇન્દુબેન જગદીશભાઈ હીરપરા, રમેશભાઈ ડાયાભાઇ વઘાસીયા, વિજયાબેન ભરતભાઈ ચાવડા, મનીષાબેન ભાવેશભાઈ ચાવડા, જ્યોસ્તનાબેન રમેશભાઈ વઘાસીયા, જયેશભાઈ ધીરુભાઈ ગોંડલીયા, ગોપાલભાઈ માધાભાઈ પરમાર, ભીખાભાઈ આલાભાઈ રાઠોડ, કે.પી.પાદરીયા, રાજકોટ તાલુકામાં લક્ષ્‍મણભાઈ સિંધવ, નિશીથભાઈ ખુંટ, વિજયભાઈ દેસાઈ, નીમુબેન દેસાઈ, લોધિકા તાલુકામાં હિતેશભાઈ ખુંટ, જયદેવભાઈ ભીખુભાઈ ડાંગર સહીતના આગેવાનોને આજરોજ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.તેમ જીલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ જણાવે છે.

(8:12 am IST)