Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

રાજકોટમાં ભાજપે કોંગ્રેસના ભૂક્કા બોલાવ્‍યા

કુલ ૭૨ બેઠકમાંથી વોર્ડ નં.૧, ૭ અને ૧૦ની ૧૨ બેઠક ભાજપને મળીઃ કુલ ૩૨માંથી ૨૬ ઉપર ભાજપ અને ૬ બેઠક પર કોંગ્રેસ આગળ

રાજકોટ તા.૨૩: રાજકોટના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો ઉપર સવારથી મતગણત્રી હાથ ધરવામાં આવી છે ત્‍યારે સવારે ૧૧ વાગ્‍યે ભાજપને ૧૨ બેઠકો મળી ચૂકી છે અને કુલ ૩૨ના ટ્રેન્‍ડ જાહેર થયા છે તેમાં ૨૬ બેઠકો ઉપર ભાજપ આગળ છે અથવા જીતી ચૂક્‍યુ છે જ્‍યારે માત્ર ૬ બેઠકો ઉપર કોંગ્રેસ આગળ છે. કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થઇ રહ્યાના પ્રારંભિક નિર્દેશો મળે છે. ભાજપે વોર્ડ નં.૧, ૭ અને ૧૦માં જબરજસ્‍ત જીત મેળવી ચૂકેલ છે જ્‍યારે વોર્ડ નં.૧૩ અને ૧૬માં કોંગ્રેસના પાંચ ઉમેદવારો આગળ દોડી રહ્યા છે. આમ, આ ટ્રેન્‍ડ જળવાય રહ્યો તો કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો નિヘતિ માનવામાં આવે છે. અત્‍યારે બપોરે ૧૨ વાગ્‍યે ભાજપના હેડ કવાર્ટર ખાતે ગૃહમંત્રી અમિતભાઇ શાહ ભાજપના ભવ્‍ય વિજય અંગે જાહેરાત કરશે તેમ જાણવા મળે છે.

રાજકોટના વોર્ડ નં.૭ના ભાજપના ચારેય ઉમેદવારોની જીત થઇ છે. દેવાંગ માંકડ, નેહલ શુકલ, વર્ષાબેન પાંધી તથા જયશ્રીબેન ચાવડાનો ભવ્‍ય વિજય થયો છે. નોટાને ૬૦૪ મતો મળ્‍યા તથા ૨૦ મત અમાન્‍ય જાહેર થયા છે.

વોર્ડ નં.૭ની તમામ ૭ રાઉન્‍ડની મતગણતરી પૂરી થઈ છે. ભાજપના ચારેય ઉમેદવારોનો ઝળહળતો વિજય થયો છે પરંતુ આ વોર્ડમાં નોટા કુલ ૬૦૪ મતો મળ્‍યા છે. ૬૦૪ જેટલા મતદારોએ ભાજપ અને કોંગ્રેસ કોઈને પણ મત આપવાનો રસ દાખવ્‍યો ન હતો જયારે અમાન્‍ય વોટો ૨૦ જેટલા જાહેર કરાયા છે. કુલ ૧,૦૪,૯૭૫ મતોની ગણતરી કરાઈ હતી.

(12:26 pm IST)