Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ખોડિયારપરાના સલિમને ઘરમાંથી ૬૯ હજારના દારૂ સાથે પકડી લેવાયો

ડીસીબીના બી. જે. જાડેજા, મહિપાલસિંહ ઝાલા અને ચેતનસિંહ ગોહિલની બાતમી

રાજકોટ તા. ૨૩: દોઢસો ફુટ રીંગ રોડ પર ખોડિયારપરા-૧૫માં રહેતાં સલિમ સુમારભાઇ દોઢીયા (ઉ.૩૭)એ પોતાના ઘરમાં દારૂનો જથ્થો ઉતાર્યાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી રૂ. ૬૯૩૬૦ના દારૂ સાથે તેને પકડી લીધો હતો.

પોલીસે રોયલ ચેલેન્જના બે લિટરના ૨૪ નંગ જગ રૂ. ૩૬ હજારના, મેકડોવેલ્સના બે લિટરના ૨૦ નંગ જગ રૂ. ૨૪ હજારના, રોયલ ચેલેન્જની ૧૮ બોટલો રૂ. ૯૩૬૦ની મળી કુલ રૂ. ૬૯૩૬૦નો દારૂ કબ્જે કર્યો હતો. ડીસીબીના એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, હેડકોન્સ. મહિપાલસિંહ ડી. ઝાલા અને કોન્સ. ચેતનસિંહ ગોહિલની બાતમી પરથી એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન અને ઉચ્ચ અધિકારીની સુચના મુજબ આ કામગીરી કરવામાં આવી હતી.

(1:04 pm IST)