Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

વોર્ડ નં. ૧ થી ૧૮ ગણતરીમાં સૌથી સફળ - ઝડપી ગણતરી વોર્ડ નં. ૭ થી ૯માં રહી : R.O. પૂજા બાવડા ટીમને સફળતા

ધડાધડ રાઉન્ડ - રીઝલ્ટ - પોસ્ટલ બેલેટ વોટ જાહેર કર્યા : ઓબર્ઝવર દ્વારા અભિનંદન

રાજકોટ તા. ૨૩ : રાજકોટ મહાનગરપાલિકાની કુલ ૧ થી ૧૮ વોર્ડની ૭૨ બેઠકો ઉપર ગણત્રી ચાલી રહી છે, પરંતુ આમા સૌથી સફળ અને ઝડપી કામગીરી વોર્ડ નં. ૭ થી ૯ની વિરાણી હાઇસ્કુલ મતગણત્રી સેન્ટર ખાતે રહી હતી.

વોર્ડ નં. ૭ થી ૯ના રીર્ટનીંગ ઓફિસર અને ડીએસઓ શ્રી પૂજા બાવડા અને તેમની ટીમના હસમુખ પરસાણીયા, કિરીટસિંહ ઝાલા, નિલેશ ધ્રુવ વિગેરેએ બે હોલમાં મતગણત્રી ગોઠવી ધડાધડ રાઉન્ડ વાઇઝ અને બાદમાં ફાઇનલ રીઝલ્ટ જાહેર કર્યા હતા, પોસ્ટલ બેલેટનું પરીણામ પણ જાહેર કરી દેવાયું હતું. આ મતગણત્રી કેન્દ્રની મુલાકાત લેનાર ઓબર્ઝવર શ્રી મનીષા ચાંદ્રાએ પણ આર.ઓ. અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

(2:44 pm IST)