Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

વિજયભાઈને રાજકોટની જનતા દ્વારા જીવનભર ભૂલાય નહિં તેવી અપ્રતિમ ભેટ : કલીનસ્‍વીપની તદ્દન નજીક પહોંચેલ ભાજપ

૭૨માંથી ૬૪ બેઠકો ઉપર ભાજપ વિજયી : વોર્ડ નં.૧૫માં વશરામ સાગઠીયાએ ભાજપની કલીનસ્‍વીપ અટકાવી દીધી : હવે વોર્ડ નં.૩માં ગાયત્રીબા વાઘેલાની પેનલ ઉપર આખા રાજકોટની મીટ : ગણત્રી શરૂ

વોર્ડ નં.૩ અને ૧૫ની ગણત્રી ચાલુ : ૧૬ વોર્ડમાં તમામ બેઠકો ભાજપને મળી : બાકીના ૨ વોર્ડમાં જીત મળે તો દેશભરમાં વિક્રમ સર્જાત : વોર્ડ નં.૧૫માં કોંગ્રેસના વશરામભાઈ સાગઠીયાની આખી પેનલ ૨૬૦૦ મતે આગળ હોય : જીત નિヘતિ : કોંગ્રેસના ઉમેદવાર તરીકે દુદાણી મકબુલભાઈ, કોમલબેન ભારાઈ, સોરાણી ભાનુબેન અને વશરામભાઈ સાગઠીયા કોંગ્રેસના ઉમેદવારો છે

(3:04 pm IST)
  • મહાભારતના સુપ્રસિદ્ધ પાત્ર કર્ણ ઉપર "સૂર્યપુત્ર મહાવીર કર્ણ" ફિલ્મ બની રહી છે જે ના ગીત અને સંવાદ ડોક્ટર કુમાર વિશ્વાસ લખવાના છે access_time 12:07 am IST

  • ૨૨ વર્ષની પાયલ પાટીદાર ‘આપ’ પાર્ટીની ટીકીટ ઉપરથી વિજેતા બનીઃ સૌથી નાની વયે વિજય મેળવ્યો : સુરતમાં કેજરીવાલના ‘આપ’ પક્ષના ઉમેદવાર પાયલ પાટીદાર માત્ર ૨૨ વર્ષની ઉંમરે વિજેતા બન્યા છે. ગુજરાતમાં કદાચ તેઓ સૌથી નાની વયના વિજેતા ઉમેદવાર જાહેર થાય તેવી સંભાવના access_time 4:46 pm IST

  • અમિતભાઈ શાહ અત્‍યારે ૩:૩૦ વાગ્‍યાની આસપાસ અમદાવાદ આવી પહોંચ્‍યા છે : સાંજે ૭ વાગ્‍યે ખાનપુર કાર્યાલય ખાતે ભાજપના વિજયોત્‍સવમાં તેઓ જોડાશે તેમ મનાય છે : આ વિજયોત્‍સવમાં વિજયભાઇ રૂપાણી તથા સી.આર.પાટીલ પણ ભાગ લેશે access_time 4:13 pm IST