Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

વોર્ડ નં.૧૦માં જનતા જર્નાદનનો વિશ્વાસ ભાજપ સાથે મતદારો- કાર્યકરોનો આભાર માનતાઃ અંજલીબેન રૂપાણી

પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય,ચૂંટણી ઈન્ચાર્જ પરેશભાઈ હુંબલ, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ સહીતની ટીમની મહેનત રંગ લાવી

રાજકોટ,તા.૨૩: રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.૧૦ના મતદારોએ ભાજપમાં વિશ્વાસ મુકી ભાજપના ચારેય ઉમેદવારો ચેતનભાઈ સુરેજા, જયોત્સનાબેન ટીલાળા, નરેન્દ્રસિંહ વાઘેલા, રાજેશ્રીબેન ડોડીયાને જંગી બહુમતીથી વિજયી બનાવ્યા છે. વોર્ડ નં.૧૦માં ભાજપની જીતથી ઉમેદવારો, સંગઠનના હોદેદારો પ્રભારી દિનેશભાઈ કારીયા, ચૂંટણી ઈન્ચાર્જ પરેશભાઈ હુંબલ, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, વોર્ડ મહામંત્રી હરેશભાઈ કાનાણી, પરેશભાઈ તન્ના સહીતના કાર્યકરોમાં હર્ષોલ્લાસ છવાયો છે. વોર્ડ નં.૧૦ની જનતા જર્નાદને ભારતીય જનતા પાર્ટી પર મુકેલા વિશ્વાસને બિરદાવતા શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીએ વોર્ડ નં.૧૦ના મતદારો, સંગઠનના હોદ્દેદારો, દરેક બુથના ઈન્ચાર્જ, સહઈન્ચાર્જ સહતી પરીશ્રમની પરાકાષ્ઠા સર્જીને ચૂંટણીલક્ષી કામગીરી કરનાર તમામ શ્રેણીના કાર્યકરોનો આભાર માન્યો હતો.

વોર્ડ નં.૧૦ ભાજપના ઉમેદવાર ચેતનભાઈ સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા, જયોત્સનાબેન ટીલાળા, રાજેશ્રીબેન ડોડીયાને જંગી બહુમતીથી ચુંટી કાઢવા માટે મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, વોર્ડ નં.૧૦ના પ્રભારી દિનેશભાઈ કારીયા, ચુંટણી ઈન્ચાર્જ પરેશભાઈ હુંબલ, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી હરેશભાઈ કાનાણી, પરેશભાઈ તન્ના, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા, બુથવાલી- ઈન્ચાર્જ સહઈન્ચાર્જ પેજપ્રમુખો તથા કાર્યકરોની વિશાળ ફોજે જહેમત ઉઠાવી હતી.

(4:07 pm IST)
  • રાજકોટના વોર્ડ નં.૯માં ભાજપની પેનલનો ભવ્ય વિજય : અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૩ હજારની લીડથી જીત : રાજકોટ વોર્ડ નં.૨માં બીજા રાઉન્ડમાં પણ ભાજપની પેનલ આગળ access_time 1:50 pm IST

  • વાહ !!! ક્લાઈમેટ ચેન્જની ચર્ચા દરમિયાન યુએનએસસીની બેઠકમાં ભારતે પ્રથમ વખત સંસ્કૃતનો ઉપયોગ કર્યો : કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન પ્રકાશ જાવડેકરે શુકલા યજુર્વેદના ટૂંકી સ્તુતિ સાથે ભારતના સંબોધનની શરૂઆત કરી હતી. access_time 11:19 pm IST

  • ૨૫મીએ સુરતમાં કેજરીવાલનો રોડ શો : આપને ૨૭ બેઠકો મળતા વિપક્ષમાં બેસશે : 'આપ'ની જીત બાદ કેજરીવાલનું ટ્વીટ : ગુજરાતમાં નવી રાજનીતિ શરૃ access_time 6:44 pm IST