Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

રાજકોટ કોર્પોરેશનમાં ૨પ વર્ષ બાદ કોંગ્રેસનો સૌથી મોટો પરાજય

૧૯૯પમાં કોંગ્રેસે માત્ર ૧ બેઠક મેળવી હતી

રાજકોટઃ રાજકોટ મનપાની ચુંટણીના બપોરના ૩ વાગ્યા સુધીમાં જાહેર થયેલા પરીણામોમાં માત્ર ૧ વોર્ડમાં ૪ બેઠકો પર વિજય મેળવ્યો છે. મ્યુ. કોર્પોરેશનના ઇતિહાસ તરફ એક નજર કરીએ તો ૧૯૯પમાં કોંગ્રેસને માત્ર એક બેઠક મળી હતી. તે સમયમાં કોંગ્રેસના એક માત્ર લાધાભાઇ પટેલ વિજયી થયા હતા અને વિપક્ષની ભુમીકા નિભાવી હતી અને એકે હજારનું બિરૂદ મેળવ્યું હતું. ત્યાર બાદ ર૦૦૦માં કોંગ્રેસમાં ૪૪ બેઠક મેળવીને કોર્પોરેશનનું સુકાન સંભાળ્યું હતું.  ર૦૦પ-૧૦-૧પ માં ફરી વિપક્ષ તરીકે સ્થાન  મેળવ્યું હતું. આ ટર્મની ચુંટણીમાં આ લખાય છે ત્યાર સુધીમાં માત્ર ૪ બેઠકો ઉપર કોંગ્રેસે વિજય મેળવ્યો છે. આમ રપ વર્ષ બાદ સૌથી મોટો પરાજય માનવામાં આવી રહયોછે.

મ.ન.પા.ની આજ દિન સુધીની યોજાયેલ ચૂંટણીની માહિતી

વર્ષ

કુલ બેઠક

 મેળવેલ બેઠક

પક્ષ

મેળવેલ બેઠક

પક્ષ

રીમાર્કસ

૧૯૭૫ ઓકટોબર

૫૧

૩૯

જનતા

મોરચો + જનસંઘ

+ સંસ્થા કોંગ્રેસ

૧૨

ભારતીય

રાષ્ટ્રીય

કોંગ્રેસ

--

૧૯૮૧ ઓકટોબર

૫૧

૨૬

બી.જે.પી.

૨૫

,,

--

૧૯૮૭ જાન્યુ/ફેબ્રુ.

૫૯

૩૨

,,

૨૭

,,

--

૧૯૯૨ ડિસેમ્બર

૫૯

મુલત્વી

--

--

--

૧૯૯૪ રાજ્ય

 

 

 

 

 

 

ચૂંટણી

 

 

 

 

 

 

આયોગની રચના

૧૯૯૫ જુન

૬૦

૫૯

,,

,,

--

૨૦૦૦ જુન

૬૯

૨૫

,,

૪૪

,,

--

૨૦૦૫ નવેમ્બર

૬૯

૫૮

,,

૧૧

,,

--

૨૦૧૦ ઓકટો.-નવે.

૬૯

૫૯

,,

૧૦

,,

--

૨૦૧૫ નવેમ્બર

૭૨

૩૮

,,

૩૪

,,

--

 

 

 

 

 

 

 

(4:17 pm IST)