Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના વોર્ડમાં આખી પેનલ સૌથી વધુ મતે વિજયી બનીઃ રાજકોટના ૧૮ વોર્ડમાં વોર્ડ નં.૯નો વિજય ડંકો વાગ્યો છે

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના નેતૃત્વમાં ભારતીય જનતા પક્ષના પુષ્કરભાઈ પટેલ, જીતુભાઈ કાટોડીયા, આશાબેન ઉપાધ્યાય અને દક્ષાબેન વસાણીનો ૧૩૨૦૦ મતથી વિજયી થતા રાજકોટમાં સૌથી વધુ મતોથી વિજય મેળવવાનો આ વોર્ડે વિક્રમ સ્થાપ્યો છે. શ્રી કમલેશ મિરાણીએ રાજકોટના તમામ વોર્ડની ચિંતા કરી હતી સાથોસાથ પોતાના વોર્ડ નં.૯માં જબરદસ્ત વ્યવસ્થાતંત્રને કામે લગાડી અભૂતપૂર્વ વિજય અપાવ્યો છે.

(4:19 pm IST)