Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

આનંદો... હેમખેમ પસાર થશે ઉનાળો

આજી ડેમની સપાટી વગર વરસાદે ર૬ ફુટે પહોંચી

૧ હજાર એમસીએફટી પાણી ઠલવાયુ : ન્‍યારી-૧માં સૌની યોજનાના નીરની આવક

 શહેર માટે વર્ષોથી આશિર્વાદ સમાન બની ગયેલી સૌની યોજના અંતર્ગત કેટલાક દિવસોથી રાજકોટના આજી-૧ ડેમમાં દોઢેક માસથી  નર્મદાના નીર ૧ હજાર ઠાલવવામાં આવ્‍યા રહ્યા છે. અને હવે આજી-૧ ડેમમાં નર્મદાના નીર બંધ કરી રાજકોટ શહેરને આગામી ચોમાસા સુધી પીવાના પાણીની સમસ્‍યા ન રહે તે માટે ન્‍યારી-૧ ડેમમાં સૌની યોજનાનું પાણી ઠાલવવાનું શરુ કરવામાં આવ્‍યું છે.

આ અંગેની  વિગત મુજબ આજી-૧ ડેમમાં અત્‍યાર સુધીમાં વધુ ૧ હજાર  એમસીએફટી નર્મદા નીર ઠાલવવામાં આવ્‍યું છે જેના કારણે આજી-૧ ડેમની સપાટી હાલમાં ૨૬ ફૂટ સુધી પહોંચી ગઇ છે.

દરમ્‍યાન મ્‍યુનિ. કોર્પોરેશનની ડીમાંડ મુજબ જ ફરી એકવાર સિંચાઇ વિભાગ દ્વારા ન્‍યારી-૧ ડેમમાં પણ નર્મદાના નીર ઠાલવવાનું શરુ કરી દેવાયું છે. હાલમાં આજી-૧ ડેમમાં નર્મદાના પાણી બંધ કરાયા બાદ તુરંત જ ન્‍યારી-૧ ડેમમાં સૌની યોજનાનું પાણી ઠાલવવાનું શરુ  કરતા ૧૪૦ એમસીએફટી પાણીની આવક થવા પામી છે.  હાલમાં ન્‍યારી-૧ ડેમની સપાટી  ૧૮.ર૪ ફૂટ છે.

આમ, સૌની યોજનાનું પાણી શહેરના જળાશયો આજીડેમ, ન્‍યારી ડેમમાં ઠાલવાવમાં આપતા શહેરની પાણી વિતરણ વ્‍યવસ્‍થા પર કોઇ અસર જોવા નહી મળે અને ઉનાળો હેમખેમ પસાર થશે તેમ મનપાના વોટર વર્કસ શાખાના સુત્રોએ જણાવ્‍યું હતું.

(4:24 pm IST)