Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

ગોંડલ રોડ શિવ હોટલ પાસે લકઝરી બસે હડફેટે લેતા પ્રિમપ્રકાશનું મોત

નેપાળી યુવાન ચાલીને રોડ ક્રોસ કરતો'તોઃ પરિવારમાં આક્રંદ

રાજકોટ,તા.૨૩: ગોંડલ રોડ પર કાંગશીયાળી પાસે આવેલી શીવ હોટલ પાસે રોડ ક્રોસ કરતા યુવાનને લકઝરી બસે હડફેટે લેતા તેનું મોત નિપજ્‍યુ હતું.

મળતી વિગત મુજબ મુળને પાળ હાલ ગોંડલ રોડ પર આવેલા જય ખોડીયાર હોટલ એન્‍ડ રેસ્‍ટોરન્‍ટમાં રહેતા અને ત્‍યાં કામ કરતા પ્રિમપ્રકાશ પતીરામભાઇ બીક (ઉવ.૪૨) ગઇ કાલે રાજકોટ આવ્‍યો હતો. બાદ રાત્રે રાજકોટથી કોઇ વાહનમાં બેસી ઘરે જતા હતા અને તે  શીવ હોટલ પાસે વાહનમાંથી ઉતરી રોડ ક્રોસ કરતા કરતા હતા. ત્‍યારે લકઝરી બસના ચાલકે યુવાનને હડફેટે લેતા તેને ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્‍થળે મોત નિપજ્‍યુ હતું. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ કોઇએ  જાણ કરતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્‍સ. હેમતભાઇ ધરજીયા સહિતના સ્‍ટાફે સ્‍થળ પર પહોંચી યુવાનના મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. મૃતક પ્રિમપ્રકાશના પત્‍ની અને એક પુત્ર નેપાળ રહે છે અને તે તેના સાળા અને જમાઇ સાથે રહેતા હતા આ બનાવ બનતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

(5:08 pm IST)