Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

દુષ્‍કર્મના ગુનામાં આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી

રાજકોટ,તા. ૨૩: શહેરના કોઠારીયા રોડ વિસ્‍તારની યુવતીને નોકરીની લાલચ આપી  ફુલછાપ ચોક નજીક આવેલા સ્‍ટાર પ્‍લાઝા બિલ્‍ડીંગ  ખાતે  હવસનો શિકાર બનાવવાના  ગુનામાં જેલ હવાલે  રહેલા  શખ્‍સની અદાલતે ચાર્જસીટ બાદની   જામીન અરજી ફગાવી દીધી છે. વધુ વિગત મુજબ શહેરના કોઠારીયા મેઇન રોડ વિસ્‍તારમાં રહેતી યુવતીને નોકરીની લાલચ આપી ફુલછાપ ચોક નજીક આવેલા સ્‍ટાર પ્‍લાઝા બિલ્‍ડીંગના ઇલેક્‍ટ્રીક રૂમમાં લઈ જઇ   દેવરાજ  વાલજીભાઈ ગોહિલએ દુષ્‍કર્મ આચરયાની  તારીખ ૧૦- ૧૨ -૨૩ ના રોજ પ્ર.નગર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી દેવરાજ ગોહિલની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા  જેલ હવાલે કરેલો અને આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળી આવતા  કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટ થયા બાદ આરોપીએ જેલમાંથી જામીન ઉપર છૂટવા  અરજી કરતા જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર તરફે સરકારી વકીલ મુકેશ પીપળીયા  હાજર રહી અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલી કે આરોપી સામે સમાજ વિરોધી ગુનો છે. આવા ગુનામાં  આરોપીને જામીન આપવામા  આવશે  તો સમાજમાં વ્‍યભિચારનું દુષણ વધશે, ચાર્જશીટ બાદ કોઈ સંજોગો બદલાયેલા નથી તેવી  રજૂઆત કરેલી તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પ્રસ્‍થાપિત થયેલા ચુકાદાઓ રાખેલા જે  ધ્‍યાને લઈ સેશન્‍સ જજ  જે. ડી .સુથાર એ આરોપી દેવરાજ ગોહિલની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરી છે.આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા.

(5:08 pm IST)