Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

કોટડા સાંગાણીના શાપર ખાતે કાલે પૂ.હરદાસબાપુની મૂર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

હવન, શોભાયાત્રા, સંતવાણીના કાર્યક્રમોઃ સંતો - મહંતોની ઉપસ્‍થિતિ

રાજકોટ : સંત શ્રી દાસી જીવણ સાહેબના શુભાશીષ સાથે ભકતશ્રી હરદાસબાપુની મૂર્તિ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સ્‍વનું આયોજન તા. ર૪ ને શનિવારના રોજ રામદેવનગર, મુ. શાપર (વેરાવળ) તા. કોટડા સાંગાણી, જી. રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.

આ પ્રસંગ અનુરૂપ સંતોના સાનિધ્‍યમાં સવારના ૯ થી ર કલાકે હવન રાખેલ છે. ત્‍યારબાદ મૂર્તિની શોભાયાત્રા અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્‍ઠા કરવામાં આવશે. સાંજના ૬ કલાક બાદ મહાપ્રસાદ બાદ રાત્રીના ૯ કલાકે સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તમામ સંતો-મહંતો ઉપસ્‍થિત રહી આર્શીવાદ આપશે. આ પ્રસંગે તમામ રાજકીય તથા બિન રાજકીય આગેવાનો, શાપર - વેરાવળના સરપંચશ્રી રવિરાજસિંહ જાડેજા તેમજ પંચાયતના દરેક સભ્‍યો હાજરી આપશે.

આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્‍ઠાના કાર્યક્રમનું આયોજન અમૃતલાલ હરદાસબાપુ દાફડા દ્વારા કરવામાં આવેલ છે. વધુ વિગત માટે મો. ૮પ૧૧૯ ર૯પ૭૦, ઉપર સંપર્ક કરી શકાય છે.

(4:31 pm IST)