Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

નોટરી મેજીસ્‍ટ્રેટ અને મદદનીશ સરકારી વકીલોની તાત્‍કાલીક નિમણુંક કરવા મુખ્‍યમંત્રીશ્રીને રજુઆત

યુવા લોયર્સ એસો.ના હેમાંશુ પારેખ અને કિરીટ નકુમ દ્વારા સરકારમાં રજૂઆત

રાજકોટ તા. ૨૩ : ગુજરાત રાજયના કાયદા વિભાગના નોટરી સેલ દ્વારા સમગ્ર ગુજરાતમાં ફેબ્રુઆરી-૨૦૨૧ માં અલગ અલગ જીલ્લાઓ તથા તાલુકા મુજબ આશરે ૧૫૦૦ જેટલા નોટરીની નીમણુંક અંગે જાહેરાત કરવામાં આવેલ અને જેમાં સમગ્ર ગુજરાતમાંથી હજારો વકીલોએ ફોર્મ ભરેલ અને તેઓના ગાંધીનગર સચીવાલય ખાતે ઈન્‍ટરવ્‍યુ પણ ૨૦૨૨માં લેવાય ગયેલ છે ત્‍યારે તેઓની નીમણુક આજદીન સુધી થયેલ ન હોય આ નીમણુકો તાત્‍કાલીક કરવા રજુઆત કરી છે.

ગુજરાત સરકારના કાયદા મંત્રાલય દ્વારા થોડા સમય પહેલાં સમગ્ર ગુજરાત રાજયના તમામ જીલ્લા ક્‍લેકટરોને સુચના આપવામાં આવેલ કે, ગુજરાતની જીલ્લા અદાલતોમાં સરકારી વકીલોની નીમણુંકની પ્રકીયા લાંબા સમયથી પડતર રહેલ હોય અને છેલ્લા અનેક વર્ષોથી કોઈ નવી નીમણુંકો ની જાહેરાત થયેલ ન હોય તેવી રજુઆતો વારંવાર કાર્યકર્તાઓ અને વકીલો દ્વારા કરવામાં આવી રહેલ હતી જે ધ્‍યાને લઈ નવી નીમણુંકો કરવા અંગે સરકાર દ્વારા વાસ્‍તવીકતાઓને ધ્‍યાને લઈ નવા વકીલો કે જેઓ સરકારનો પક્ષ અદાલતોમાં યોગ્‍ય રીતે રજુ કરી શકે અને નવ યુવાનો અને કાયદાના જાણકાર વકીલો ઉત્‍સાહથી પીડીત લોકોને ન્‍યાય અપાવે તેવા ઉમદા હેતુથી સમગ્ર ગુજરાતમાં કાયદામંત્રાલય દ્વારા નવી નીમણુકો માટે ક્‍લેકટરો દ્વારા તે અંગે પેનલની નીમણુક અંગે જાહેરાતો કરી ને પ્રકીયા શરૂ કરવામાં આવેલ.

ત્‍યારબાદ રાજકોટમાં સરકારી વકીલશ્રીઓ માટે ફોર્મ તથા જીલ્લા ક્‍લેકટર તથા સેસન્‍સ એન્‍ડ ડીસ્‍ટ્રીકટ જજ દ્વારા સંયુક્‍ત રીતે ઇન્‍ટરવ્‍યુની કામગીરી કરવામા આવેલ અને ત્‍યારબાદ લાયક ઉમેદવારોની પેનલ કલેકટરશ્રી દ્વારા કાયદા મંત્રાલયમાં મોકલી આપવામાં આવેલ છે તેમ છતા આજદીન સુધી સદરહું જાહેરાત મુજબ મદદનીશ સરકારી વકીલોની નિમણુક કરવામાં આવેલ ન હોય યુવા વકીલો આ અંગે રાહ જોઈ રહેલ હોય રજુઆત કરવામાં આવેલ કે હાલમાં રાજકોટ જીલ્લામાં આશરે છેલ્લા ૭ થી ૧૦ વર્ષ જેટલા સમયથી નવી મદદનીશ સરકારી વકીલોની નીમણુંક થયેલ નથી અને તેઓ લાંબા સમયથી રીપીટ થઈ રહેલ છે જેથી નવી જાહેરાત અને નીમણુકની અનેક સક્ષમ અને તેજ તરવરાટ અને સરકાર અને સમાજ માટે કાંઈક કાયદાકીય લડત આપી શકવા સક્ષમ ઉમેદવારો કે જેઓએ ઈન્‍ટરવ્‍યુ આપેલ છે તેઓ આ નીમણુંકની આતુરતા પુર્વક રાહ જોઈ રહેલ છે અને જેમાં અનેક વર્ષોથી એક જ જગ્‍યાએ કાયદાકીય પ્રક્રિયા પસાર કર્યા વગર રહેલ સરકારી વકીલોની જગ્‍યાએ નવા કાયદાના જાણકાર અને હોંશીયાર વકીલોની નીમણુંક કરવા એડવોકેટ હેમાંશુ પારેખ, કિરીટ નકુમે રજુઆત કરી છે.

ઉપરાંત રજુઆતમાં જણાવેલ છે કે સરકાર દ્વારા ખાસ પ્રાયોરીટીમાં લઈ સમગ્ર ગુજરાતમાં નોટરીની નીમણુંકો ફેબ્રુઆરી-૨૦૨૧ ની જાહેરાત મુજબ તાત્‍કાલીક કરવા તથા રાજકોટ ખાતે મદદનીશ સરકારી વકીલોની-૧૮ જગ્‍યા માટે તાત્‍કાલીક નીમણુંકો કરવા ગુજરાત રાજયના મુખ્‍યમંત્રીશ્રી, કાયદા મંત્રીશ્રી, કાયદા સચીવશ્રી, ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ભરતભાઇ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્‍યશ્રીઓ, ભાજપ લીગલ સેલના જે.જે.પટેલ, અનીલભાઈ દેસાઈ, પીયુશભાઈ શાહ, સહીતના લોકોને ઝડપથી નીમણુંકો કરવા યુવા લોયર્સની વિશાળ ટીમ વતી કન્‍વીનર હેમાંસુ પારેખ તથા પ્રમુખ કિરીટ નકુમ એ રજુઆત કરેલ છે.

(4:33 pm IST)