Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

લાખોની રકમના ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા ફરમાવતી કોર્ટ

સજા ઉપરાંત ચેક રકમ મુજબ વળતર ચુકવવા આદેશ

રાજકોટ તા. ૨૩ : રાજકોટ ખાતે ધાર્મીક શૈલેષભાઈ વસોયા એ પોતાના મિત્ર ફિરોઝઅલી છોટાલાલ થોભાણી કે જેઓ કાલાવડ ખાતે રહેતા હોય ને રૂ.૧૪,૦૦,૦૦૦ સંબધ ના દાવે આપેલ હોય જે સામે તેમના મિત્ર એ ત્રણ ચેક આપેલ હોય જે ચેક રીર્ટન થતા ચેક રીર્ટનના કેસમાં આરોપીને રાજકોટની કોર્ટએ એક વર્ષની સજા ફટકારી છે.

આ કેસની હકીકત એવી છે કે રાજકોટ ખાતે રહેતા ધાર્મીક શૈલેષભાઈ વસોયાને ફિરોઝઅલી છોટાલાલ થોભાણી સાથે અવાર નવાર મળતા મિત્રતાનો સંબંધ બંધાયેલ હોય. તથા આમ ફિરોઝઅલી છોટાલાલ થોભાણીને પોતાના કારણો સર રૂ. ૧૪,૦૦,૦૦૦ની જરૂરીયાત ઉભી થયેલ હોય જેથી ફિરોઝઅલી છોટાલાલ થોભાણી એ ધાર્મીક શૈલેષભાઈ વસોયાને સંબધ ના દાવે રૂ. ૧૪,૦૦,૦૦૦ની માંગણી કરતા ધાર્મીકભાઈ એ તેમના મિત્રને મદદરૂપ થવા માટે રૂ. ૧૪,૦૦,૦૦૦ વગર વ્‍યાજે આપેલ હોય.

ઉપરોકત બન્‍ને ચેકો ધાર્મિક ભાઈએ તેમના ખાતાવાળી બેંકમાં રજુ કરતા તે ચેક વણબજયે પરત ફરેલ હોય જેથી ધાર્મિકભાઈ એ તેમના એડવોકેટ દુર્ગેશ જી. ધનકાણી મારફત આરોપીને લેણી રકમ પૈકી આપેલ રૂ.૧૦,૦૦,૦૦૦ વાળા ચેકોની રકમ ચુકવવા માટે લીગલ નોટીસ મોકલાવેલ જે લીગલ નોટીસ કાયદા મુજબ આરોપી ને મળી ગયા બાદ આરોપીએ ચેકની રકમ નોટીસમાં જણાવ્‍યા મુજબના સમયમા ચુકવેલ ન હોય કે ચુકવવાની કોઈ દરકાર કરેલ ન હોય જેથી ફરીયાદી એ ન છુટકે રાજકોટ મુકામેથી આરોપી વિરૂઘ્‍ધ ફરીયાદ કોર્ટમાં દાખલ કરેલ.

આ કેસ ચાલી જતાં રાજકોટના વાય.બી.ગામીત એ આરોપીઓને ૧-વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂ. ૧૦,૦૦,૦૦૦ આરોપીએ ફરીયાદીને વળતર પેટે ૩૦ દિવસની અંદર ચુકવી આપવી જો તેમ કરવામાં નિષ્‍ફળ જાય તો આરોપીને વધુ ૬-માસ ની સજા કરતો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી ધાર્મિકભાઈ શૈલેષભાઈ વસોયા વતી રાજકોટના જાણીતા પ્રખ્‍યાત યુવા એડવોકેટ શ્રી દુર્ગેશ જી. ધનકાણી, વીજય સીતાપરા,પ્રદીપ બોરીચા, વિવેક સોજીત્રા, રીના એચ. જાડેજા તથા જેનીશભાઈ સરધારા,સંજયભાઈ કટોળીયા રોકાયેલા હતા.

(4:34 pm IST)