Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

રવિવારે ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના વ્‍હાલુડી દિકરીઓના વિવાહઃ ૨૬ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે

રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા આયોજન : કરીયાવરમાં ૭૦ વસ્‍તુઓ અપાશે, દરેક દીકરોઓના હસ્‍તે થશે વૃક્ષારોપણ

રાજકોટઃ આગામી રવિવારે ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના સમુહલગ્ન યોજાયા છે. જેમાં ૨૬ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે. કરીયાવરમાં દીકરીઓને ૭૦ વસ્‍તુઓ  આપવામાં આવશે. સાથોસાથ સદભાવના વૃધ્‍ધાશ્રમના સહયોગથી દીકરીઓના હસ્‍તે વૃક્ષારોપણ કરવામાં આવશે.

ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે, મેળાનું મેદાન, કુવાડવા રોડ ખાતે ગુર્જર પ્રજાપતિ  જ્ઞાતી રાજકોટ દ્વારા આયોજીત તા.૨૫ રવિવારના રોજ સાંજે ગોૈઘુલીક સમયે ૩૮ માં સમુહ લગ્નમાં કુલ ૨૬ નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડશે. જેમાં સંતો મહંતોની (સતાધારથી તેમજ પીપળીધામથી તેમજ નકલંક ધામથી) રૂડી પધરામણી થશે. (સાંજે) ૬:૩૦ વાગ્‍યાથી યોજેલ ભોજન સમારંભમાં રાજકોટ શહેરનાં અને આજુબાજુનાં વિસ્‍તારનાં દરેક ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ બંધુઓને સહપરિવાર લાભ લેવા જ્ઞાતિનાં મંત્રીશ્રી સુરેશભાઇ ચોૈહાણ તથા પ્રમુખશ્રી મનસુખભાઇ તલસાણીયાની યાદી છે.

તસ્‍વીરમાં સંસ્‍થાના આગેવાનો સર્વશ્રી મનસુખભાઇ ગોહેલ, ગોવિંદભાઇ સરેલીયા, સુરેશભાઇ ચોૈહાણ, સતીષભાઇ સતાપરા અને મનુભાઇ  ચાંગડીયા અને મનુભાઇ ચાંગડીયા નજરે પડે છે.

(4:46 pm IST)