Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

અયોધ્‍યા બિઝનેશ સેન્‍ટરઃ કાલે લોન્‍ચીંગ

રૈયા રોડનાં પ્રાઇમ લોકેશનમાં આકાર લઇ રહ્યું છે : ઓફીસ- શોરૂમ- રેસ્‍ટોરન્‍ટ- કાફે- કોર્પોરેટ ઓફીસ સહીતનાં અનેક બીઝનેશ માટે સુવર્ણ તક પુરી પાડશે

રાજકોટઃ શહેરના સુપ્રસિધ્‍ધ જેએમ-ટુ ગ્રુપ પોતાની વિશ્વસનીયતા અને સુવિધાભર આધુનિક બાંધકામ માટે છેલ્લા ૨૫ થી પણ વધુ વર્ષોથી બાંધકામ ક્ષેત્રે અવ્‍વલ નંબરનું સ્‍થાન મેળવી ચુકેલ છે.

રાજકોટનાં સતત વિકાસ તરફ દોડી રહેલા એવા રૈયા રોડ ઉપરનાં બેસ્‍ટ લોકેશન ઉપર જેએમ-ટુ ગ્રુપ દ્વારા એક આધુનિક અને મોર્ડન એલીવેશન સાથે એક શાનદાર કોન્‍સેપ્‍ટ સાથે નવો જ પ્રોજેકટ અયોધ્‍યા બિઝનેશ સેન્‍ટર, ન્‍યારા પેટ્રોલ પંપ સામે, પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમની બાજુમાં, રૈયા રોડ, રાજકોટ ખાતે તા.૨૪ ને શનિવારનાં રોજ લોંચ કરી રહ્યાં છે. જે આગામી સમયમાં રાજકોટની ઓળખ બની રહેશે. આ બાબતે શંકા ને કોઇ સ્‍થાન નથી.

મલ્‍ટી સ્‍ટોરી આ પ્રોજેકટમાં કોર્પોરેટ બીઝનેશ કલ્‍ચરને ધ્‍યાને આધુનિક સુવિધાઓ સાથે શો-રૂમ અને મલ્‍ટી નેશનલ કંપનીઓ માટે ઓફીસીસ આ પ્રોજેકટનો મુખ્‍ય હાર્દ છે. તો સાથે સાથે હોટલ, રેસ્‍ટોરન્‍ટ માટે એક બિઝનેશનું મુખ્‍ય સ્‍થળ બની રહેશે.

આશરે ૧૫ હજાર વાર જગ્‍યામાં અયોધ્‍યા બિઝનેશ સેન્‍ટર કુલ ૧૪ માળનું ઇન્‍ટરનેશનલ કલાસ એલીવેશન સાથે નિર્માળ પામશે. ૩૦૦ થી વધારે ઓફીસ અને ગ્રાઉન્‍ડ અને ત્રણ માળમાં ૨૦ બીગ સાઇઝ શોરૂમ, પાંચ માળ સુધી એકસેવેટર તેમજ ઓનર્સ અને વીઝીટરનાં વાહનનાં પાર્કિંગનો પ્રશ્‍ન ન રહે તે હેતુ ધ્‍યાને લઇને ૩ માળનું વિશાળ પાર્કિંગનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. ૧૫ થી વધુ સ્‍ટાન્‍ડર્ડ કંપનીની સ્‍ટ્રેચર લીફટ પણ સામેલ છે. આ ઉપરાંત કોન્‍ફરન્‍સ હોલ, સ્‍વીમીંગ પુલ, આકર્ષક રીસેપ્‍શન એરીયા, બેન્‍કવેટ હોલ, ઓડીટોરીયમ, કાફેટારીયા, જીમ્નેશીયમ, વિશાળ પાર્કિંગ સાથે ગ્રીન બિલ્‍ડીંગ એટલે કે બહોળા પ્રમાણમાં પ્‍લાન્‍ટેશન કરવામાં આવનાર છે. આગામી પેઢી માટે એક બિઝનેશની ઉજજવળ તકની સાથે સાથે પોતાની રોકેલ મુડીનું સારૂ એવું વળતર મળી રહે તેવું ઇચ્‍છતા લોકો માટે આ પ્રોજેકટ સોનાની લગડી સમાન છે. વધુ માહિતી માટે સાઇટ ઉપર રૂબરૂ અથવા મો.૭૩૧૧૧ ૬૨૧૧૧ ઉપર સંપર્ક કરવા એક યાદિમાં જણાવાયું છે.

(5:07 pm IST)