Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

અરવિંદભાઇ મણીયાર હોલમાં રાત્રે ‘હોરિ ધમાર રસિયા' કિર્તનોત્‍સવ

યમુના શુધિકરણ અંગે હસ્‍તાક્ષર અભિયાનને વેગવંતુ કરાશે

રાજકોટ તા. ૨૩ : જળ શુધ્‍ધીકરણ અંગે સરકારનું ધ્‍યાન દોરવા શ્રી પુષ્‍ટિ માર્ગીય વૈષ્‍ણવ સંપ્રદાયના આચાર્યશ્રીઓ દ્વારા એક રાષ્‍ટ્રવ્‍યાપી ‘હસ્‍તાક્ષર' અભિયાન ચલાવાઇ રહ્યુ છે. ત્‍યારે આ અભિયાનની રાજકોટ શાખા દ્વારા પણ શ્રી યમુનાજીમાં વ્‍યાપ્ત પ્રદુષણ દુર કરવાની લાગણી જાગૃત કરવા લાખો હસ્‍તાક્ષર એકત્રિત કરવાના ભાગરૂપે આજે શુક્રવારે એક કાર્યક્રમ આયોજીત કરાયો છે.

આજે તા. ૨૩ ના શુક્રવારે રાત્રે ૯.૩૦ વાગ્‍યે અરવિંદભાઇ મણીયાર હોલ, જયુબેલી ગાર્ડન ખાતે ‘હોરિધમાર રસિયા' કિર્તનોત્‍સવ યોજવામાં આવેલ છે. જેમાં શહેરભરના ભાવિકોને જોડાવા સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે.

આ કાર્યક્રમ દરમિયાન હસ્‍તાક્ષર અભિયાન અંગે સૌને માહીતગાર કરાશે. શહેરભરમાં બિરાજતા વૈષ્‍ણવાચાર્યો, સંતો મહંતોના માર્ગદર્શન હેઠળ ધર્મપ્રેમી આસ્‍તીકજનોનું એક સંમેલન યોજવા પણ વિચારવામાં આવ્‍યુ છે.

શહેરભરના રસીક વૈષ્‍ણવજનોને ‘કિર્તનોત્‍સવ'માં પધારવા સમિતીના અરવિંદભાઇ પાટડીયા (મો.૭૦૧૬૪ ૫૨૬૧૧) ની યાદીમાં જણાવાયુ છે.

(4:52 pm IST)