Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

પડોશમાં જાન પરણીને આવી હોઇ સામૈયામાં ડિસ્‍કો કર્યા બાદ રોહિત વેગડાનો આપઘાત

એસટી વર્કશોપ માટે આંબેડકરનગરમાં બનાવથી પરિવારમાં અરેરાટી : રાતે ઘરમાં આવી કહ્યું-મેં ઝેર પી લીધુ છે, હોસ્‍પિટલે ખસેડાયો પણ જીવ ન બચ્‍યોઃ જમવા બાબતે ઠપકો અપાયો હતો

રાજકોટ તા. ૨૩: શહેરના ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં   રહેતાં રોહિત નાગજીભાઇ વેગડા (ઉ.વ.૨૩) નામના યુવાને મોડી રાતે ઝેર પી લેતાં હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ મોત નિપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ રોહિત વેગડાએ રાતે બારેક વાગ્‍યે ઝેર પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. રોહિત બે ભાઇમાં મોટો અને કુંવારો હતો. તે કારખાનામાં કામ કરતો હતો. તેના પિતા રિક્ષા હંકારે છે.

રોહિતના નાના અમરાભાઇએ જણાવ્‍યું હતું કે રોહિત કેટલાક દિવસથી ઘરમાં બરાબર જમતો ન હોઇ દુબળો પડી ગયો હતો. આ કારણે બે દિવસ પહેલા તેને ઘરના સ્‍વજનોએ સરખી રીતે જમવા બાબતે ઠપકો આપ્‍યો હતો. ગઇકાલે પડોશમાં દિકરાના લગ્ન હોઇ જાન પરણીને આવતાં સામૈયા થતાં હોઇ રોહિત પણ ત્‍યાં ગયો હતો અને બધાની સાથે ડિસ્‍કો કર્યો હતો. એ પછી રાતે બારેક વાગ્‍યે ઘરમાં આવ્‍યો હતો અને થોડીવાર બાદ પોતે ઝેરી દવા પી ગયાનું અને પોતાને દવાખાને લઇ જવાનું કહ્યું હતું. જેથી તુરત જ હોસ્‍પિટલે લઇ ગયા હતાં. પરંતુ ટુંકી સારવાર બાદ દમ તોડી દીધો હતો. યુવાન દિકરાના મોતથી સ્‍વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. માલવીયાનગરના પીએસઆઇ બી. બી. રાણાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:38 pm IST)