Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

દારૂના ગુનામાં ૯ માસથી ફરાર જયેશ ઉર્ફ ઢીંગલી પકડાયો

એલસીબી ઝોન-૨ની ટીમે ઢોલરાના પાટીયેથી પકડયો

રાજકોટ તા. ૨૩: શહેર તાલુકા પોલીસના દારૂના જથ્‍થાના ગુનામાં ૯ માસથી ફરાર શખ્‍સ જયેશ ઉર્ફે ઢીંગલી ઉર્ફે લાલો પ્રવીણભાઇ માંડલીક - કુંભાર (ઉ.વ.૨૪ ધંધો.ડ્રાઇવીંગ રહે, શાંતીધામ ગેઇટની સામે ખોડીયાર હોટલની બાજુમા શાપર તા.કોટડા સાંગાણી જી.રાજકોટ)ને એલસીબી ઝોન-૨ ટીમના  કોન્‍સ. અમીનભાઇ ભલૂર, મનીષભાઇ સોઢીયા તથા જયપાલસિંહ સરવૈયાની બાતમી પરથી ઢોલરાના પાટીયા પાસેથી રસુલપરાના ખુણેથી પકડી લેવાયો છે.

પોલીસ કમિશન ખુરશીદઅહેમદ, ડીસીપી ઝોન-ર સુધિરકુમાર દેસાઇની સૂચના મુજબ પીએસઆઇ એ.એલ બારસીયા, હેડકોન્‍સ. વીરેન્‍દ્રસિંહ ઝાલા, મૌલિકભાઇ સાવલીયા, હરપાલસિંહ જાડેજા, રાહુલભાઇ ગોહેલ, કોન્‍સ. અમિનભાઇ ભલુર, મનિષભાઇ સોઢીયા, જયપાલસિંહ સરવૈયા તથા જેન્‍તીગીરી ગૌસ્‍વામીએ આ કામગીરી કરી હતી.

(2:41 pm IST)