Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

પડધરીમાં ઘાડ પડી ખંડણી માંગવાના ગુનામાં બે આરોપીના આગોતરા જામીન મંજુર

રાજકોટ, તા. ર૩ :  પડધરીમાં ઘાડ પાડીમાર મારી અને ખંડણી માંગ્‍યાના ગુનામાં અદાલતે સાગર વિનોદભાઇ ચાવડા તથા નરેન્‍દ્ર મનસુખભાઇ ચાવડા, રહે. આંબેડકરનગર, મુ. પડધરી, તા. પડધરી, જિ. રાજકોટ વાળાને આગોતરા જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે તા. ર૧-૩-ર૦રર ના રોજ ફરીયાદી યોગેશભાઇ ભાયાણી એ એવા આક્ષેપ વાળી ફરીયાદ આપેલ હતી કે, તેઓના કારખાનામાં કામ કરતા સાગરભાઇ પરમારને નોકરીમાંથી છુટા કરેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ પૂર્વ આયોજીત કાવત્રુ રચી લાકડીના ધોકા તથા છરી જેવા હથીયારો ધારણ કરી ફરીયાદીના ગળામાં રહેલ સોનાનો રૂ.ર,રપ,૦૦૦/- નો ચેન ખેંચી લઇ ધાડ પાડી ફરીયાદીના પીઠ પાછળ તથા શરીરે મુઢ ઇજા પહોંચાડી સાહેદ પાસેથી રૂા. ૧પ લાખની ખંડણી માંગી અને અનુસંધાને પડધરી પોલીસ સ્‍ટેશનમાં આઇ.પી.સી. કલમ-૩૯પ, ૧ર૦ (બી) ગુનો દાખલ થયેલ હતો. તે ગુનામાં હાલના આરોપીઓની ખોટી રીતે ધરપકડ થાય તેમ હોય તેથી આરોપીઓએ સેશન્‍સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી.

આ કામે હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજૂ કરેલ હતા. જે દલીલો તથા જજ મેન્‍ટનો ધ્‍યાને લઇ રાજકોટના એડીશનલ સેશન્‍સ જજ શ્રી ડી.કે. દવે બંને આરોપીઓને અરજદારોને શરતોને આધીન આગોતરા જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કામના અરજદારો (૧) સાગર વિનોદભાઇ ચાવડા (ર) નરેન્‍દ્ર મનસુખભાઇ ચાવડા વતી રાજકોટના વિધ્‍યાન એડવોકેટશ્રી જીતેન્‍દ્રસિંહ વી. પરમાર, ચિરાગભાઇ મહેતા, વિજયભાઇ જોષી, ઇકબાલભાઇ થૈયમ તથા એસ.એમ. ડાભી રોકાયેલ હતા.

(2:42 pm IST)