Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

કારે હડફેટે લઇને સ્‍કૂટર ચાલકનું મોત નિપજાવાના ગુનામાં આરોપીનો છૂટકારો

રાજકોટ, તા.૨૩: અત્રે પુરઝડપે, બેફીકરાઇ, ગફલતભરી રીતે, માનવ જીંદગી જોખમાય તે રીતે કાર ચલાવી મોટર સાયકલને હડફેટે લઇ મોત નીપજાવવાના કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો કોર્ટે ફરમાવેલ છે.આ કેસની હકીકત એવી છે કે ફરીયાદીના કૌટુંબીક ભાઇ છેલારામ માંગીલાલ સીધલ ગઇ તા.૯-૧-૨૦૨૧ મોટર સાયકલ ચલાવીને કરીયાણાની દુકાને વસ્‍તુ લેવા જઇ રહ્યા હતા ત્‍યારે જામનગર હાઇવે રોડ ઉપર પરાપીપળીયા ગામ પાસે કાર નંબર જીજે-પએલઇ-૮૬પ૧ના ચાલકે પોતાના હવાલાવાળી કાર પુરઝડપે, બેફીકરાઇ, ગફલતભરી રીતે, માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી મોટર સાયકલ ચાલકને મોટર સાયકલ સહીત હડફેટે લઇ પછાડી દઇ શરીરે ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવેલ તેમજ અકસ્‍માત સમયે કારની સ્‍પીડના કારણે કાર ડીવાયડર ટપી સામેની સાઇડના રોડ ઉપર જતી રહેલ જેથી કાર ચાલક સામે ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં આઇ.પી.સી.કલમ-૨૭૯, ૩૦૪(અ), એમ.વી.એકટની કલમ-૧૭૭,૧૩૪,૧૮૪ અન્‍વયે ફરીયાદ નોંધાયેલ.

ફરીયાદ પક્ષે પુરાવો પુરો થયા બાદ બંને પક્ષે દલીલો થયેલ આરોપી પક્ષે એવી રજુઆત કરવામાં આવેલ કે ફરીયાદ પક્ષ આરોપીની બનાવ સ્‍થળે હાજરી તેમજ કાર ચાલકની અકસ્‍માતના બનાવમાં બેદરકારી પુરવાર કરી શકેલ નથી જેથી આરોપીને નિર્દોષ છોડી મુકવા રજુઆત કરેલ આરોપી પક્ષની રજુઆતો તથા રેકર્ડ ઉપરના પુરાવાને ધ્‍યાને લઇ કોર્ટે આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ ફરમાવેલ છે.આ કામમાં આરોપીઓ વતી વીનુભાઇ એમ.વાઢેર, શૈલેષભાઇ પંડીત, શૈલેષ મોરી, વિજય ભલસોડ, રીતીન મેંદપરા, જસ્‍મીન ઠાકર, કિંજલ દફતરી વકીલ તરીકે રોકાયેલ હતા.

(2:44 pm IST)