Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

અકિલા પરિવારના મોભી અને જ્ઞાતિશ્રેષ્‍ઠી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન, સૂચન, અભિપ્રાય, સહયોગ હેઠળ

રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથાની ભવ્‍યાતિભવ્‍ય-જાજરમાન અને રજવાડી ઠાઠ સાથેની વિશાળ પોથીયાત્રા નિકળીઃ ભારે આકર્ષણ

રાજકોટ લોહાણા મહાજનના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલ શ્રી રામકથાની પોથીયાત્રામાં વિન્‍ટેજ કાર, ઘોડાગાડી સાથેનો રથ, મોડીફાઇડ જીપ, મર્સીડીસ, બીએમડબલ્‍યુ જેવી લકઝુરીયસ ગાડીઓ, અન્‍ય ગાડીઓ, સેંકડો ટુ વ્‍હીલર્સ અને હજ્‍જારો લોકો વાજતે-ગાજતે જોડાયાઃ આખા રૂટ ઉપર ઢોલ-નગારા, ડી.જે., રાસ-ગરબાની રમઝટ અને ‘શ્રી રામ જય રામ જય જય રામ' ના નાદ ગૂંજ્‍યાઃ કેસરી ધજા અને ટ્રેડીશનલ ડ્રેસ સાથે આવેલ રામભકતોએ ભારે આકર્ષણ જગાવ્‍યું : ફટાકડાના ધૂમધડાકા : શ્રી પંચનાથ મહાદેવ મંદિરેથી શ્રી રામનગરી સુધીના સમગ્ર રૂટ ઉપર રઘુવંશીઓની ચિક્કાર મેદની ઉમટી પડી : અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્‍ઠી કિરીટભાઇ ગણાત્રા, અકિલા પરિવારના મોટા બહેન અને ‘મહિલા ક્રાંતિ' જૂનાગઢના તંત્રી શ્રીમતી મીનાબેન હરીશભાઇ ચગ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, કોર્પોરેટરો મનિષભાઇ રાડીયા, દક્ષાબેન વસાણી, દેવાંગભાઇ માંકડ, ભાજપ અગ્રણીઓ વિક્રમભાઇ પૂજારા, દિનેશભાઇ કારીયા સહિતના મહાનુભાવોની પોથીયાત્રામાં પ્રેરક ઉપસ્‍થિતિ : શ્રી રામકથાના દીપ પ્રાગટય વખતે પણ ‘જય જય શ્રી રામ'ના નારા લાગ્‍યાઃ શ્રી રામકથાના પ્રથમ દિવસથી જ કથાના ડોમમાં પગ મૂકવાની જગ્‍યા ન રહીઃ હજ્‍જારો રઘુવંશીઓમાં આનંદ-ઉત્‍સાહના ઘોડાપૂરઃ લોકો શ્રી રામભકિતમાં તલ્લીન બન્‍યા : ગઇકાલે રવિવાર હોય, જાણે સમગ્ર સમાજ શ્રી રામકથામાં ઉમટી પડયો હોય તેવા દૃશ્‍યો સર્જાયાઃ હૈયેહૈયું દળાય તેવી રીતે હજ્‍જારો લોકોએ પ્રસાદ લીધોઃ અભૂતપૂર્વ માહોલ : મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને તેની સમગ્ર ટીમ દ્વારા કાબિલેદાદ-અપ ટુ ડેટ-કોર્પોરેટ ટચ સાથેની કામગીરી : અત્‍યંત દુઃખદ કોરોનાકાળ દરમ્‍યાન ચૌધરી હાઇસ્‍કૂલ મેદાનમાં અકાળે દુઃખદ અવસાન પામેલ એક પણ આત્‍માને શ્રી રામકથાના માધ્‍યમથી મોક્ષ પ્રાપ્‍ત થયા વિના નહીં રહેઃ રાજુભાઇ પોબારૂ : શ્રી રામકથાના માધ્‍યમથી સમગ્ર સમાજ એક તાંતણે બંધાયેલો અને જ્ઞાતિ એકતારૂપે જોડાયેલા રહેશેઃ ડો. નિશાંતભાઇ ચોટાઇ



 શ્રી રામકથાની ભવ્‍યાતિ ભવ્‍ય, ઐતિહાસિક અને વિશાળ પોથીયાત્રાના પ્રારંભે શ્રી પંચનાથ મહાદેવ મંદિર ખાતે અકિલાના મોભી અને જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના મસ્‍તક ઉપર પવિત્ર પોથીજી પધરાવતા શ્રી રામકથાના મુખ્‍ય વકતા પૂજ્‍યશ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયા તસ્‍વીરમાં નજરે પડે છે. અકિલા પરિવારના મોટા બહેન અને ‘મહિલા ક્રાંતિ' જૂનાગઢના તંત્રી શ્રીમતિ મીનાબેન હરીશભાઇ ચગ, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઇ મીરાણી, લોહાણા મહાજન પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, છબીલભાઇ પોબારૂ, સ્‍નેહાબેન રાજુભાઇ પોબારૂ, રીટાબેન સતીષભાઇ કુંડલીયા સહિતના મહાનુભાવોએ પોથીજીને મસ્‍તક ઉપર ધારણ કરવા સાથે પૂણ્‍યનું ભાથું બાંધ્‍યું હતું. વિશાળ અને ભવ્‍યાતિભવ્‍ય પોથીયાત્રામાં રજવાડી વિન્‍ટેજ કારમાં બિરાજમાન અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને શ્રી રામકથાના મુખ્‍ય વકતા પૂજ્‍યશ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયા નજરે પડે છે. પૂજ્‍યશ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયાએ પોથીજીનું પૂજન કર્યું હતું અને ત્‍યારબાદ હજ્‍જારો ભાવિકોની હાજરીમાં શ્રી રામકથાનો પ્રારંભ કર્યો હતો. અલૌકીક અને પવિત્ર વાતાવરણમાં પ્રથમ દિવસના અંતે કથાવિરામ સમયે અકિલા પરિવારના મોભી અને જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રા, રાજકોટ કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી નવીનભાઇ ઠક્કર, વેરાવળના લોહાણા અગ્રણીશ્રી જયકરભાઇ ચોટાઇ સહિતના મહાનુભાવોના વરદ હસ્‍તે આરતી કરવામાં આવી હતી. પવિત્ર પોથીયાત્રામાં રાજકોટ લોહાણા મહાજનના બંધારણીય સલાહકાર - કાયદેઆઝમ ડો. પુરૂષોત્તમભાઇ પીપરીયા, મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, કોર્પોરેટરો મનિષભાઇ રાડીયા, દક્ષાબેન વસાણી અને દેવાંગભાઇ માંકડ, ડો. પરાગભાઇ દેવાણી, શ્‍યામલભાઇ સોનપાલ, મનિષભાઇ ખખ્‍ખર સહિતના લોહાણા મહાજનના ટ્રસ્‍ટીઓ, નરેન્‍દ્રભાઇ નથવાણી સહિતના લોહાણા અગ્રણીઓ વિગેરે જોડાયા હતા જે તસ્‍વીરમાં નજરે પડે છે.
 રાજકોટ, તા., ૨૩: વિશ્વનું સૌથી મોટું લોહાણા મહાજન અને અઢી લાખ જેટલા રઘુવંશીઓની માતૃસંસ્‍થા શ્રી રાજકોટ લોહાણા મહાજન દ્વારા તા. ૨૧ મે થી ર૯ મે ર૦રર દરમ્‍યાન શ્રી રામનગરી, ચૌધરી હાઇસ્‍કુલ મેદાન, રાજકોટ ખાતે ૪.૩૦ થી ૮.૩૦ દરમ્‍યાન શ્રી રામકથાનું અલૌકીક ભવ્‍ય-દિવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં મુખ્‍ય વકતા તરીકે આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે નામના ધરાવનાર પૂજય શ્રી ભુપેન્‍દ્રભાઇ પંડયા વ્‍યાસાસને બીરાજીને ભાવીકોને પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહયા છે.
શ્રી રામકથાની ભવ્‍યાતિભવ્‍ય જારજરમાન , રજવાડી ઠાઠ સાથેની વિશાળ પોથીયાત્રા શનીવાર તા.ર૧ મે ના રોજ શ્રી પંચનાથ મહાદેવ મંદિરેથી શ્રી રામનગરી ચૌધરી હાઇસ્‍કુલ મેદાન રાજકોટ સુધી નિકળી હતી. રાજકોટ લોહાણા મહાજનના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલ શ્રી રામકથાની પોથીયાત્રાએ શહેરીજનોમાં ભારે આકર્ષણ જગાવ્‍યું હતું અને પોથીયાત્રાના સમગ્ર રૂટ ઉપર પોથીયાત્રાને આવકારવા અને જોવા માટે લોકો રીતસર ઉમટી પડયા હતા.
ઐતિહાસિક પોથીયાત્રામાં વિન્‍ટેજ કાર, ઘોડાગાડી સાથેનો શણગારેલ  રથ, મોડીફાઇડ જીપ, મર્સીડીસ, બીએમડબલ્‍યુ, રેન્‍જ રોવર જેવી લકઝુરીયસ ગાડીઓ સહીતની અન્‍ય ગાડીઓ, સેંકડો ટુ વ્‍હીલર્સ અને હજ્‍જારો લોકો વાજતે ગાજતે પોથીયાત્રામાં જોડાયા હતા. અને ફટાકટાના ધુમ ધડાકા સાથે યંગસ્‍ટર્સે સમગ્ર રૂટ ગજાવી દીધો હતો. સમગ્ર જ્ઞાતિમાં - સમાજમાં આનંદના ઘોડાપુર સાથે શ્રીરામભકિતનો અનેરો થનગનાટ જોવા મળી રહયો છે.
પોથીયાત્રાના આખા રૂટ દરમ્‍યાન ઢોલ-નગારા, ડી.જે., રાસ-ગરબાની રમઝટ બોલી હતી અને શ્રી રામ જય રામ જય જય રામના સતત નાદ અને સુત્રો ગુંજયા હતા. કેસરી ધજા અને ટ્રેડીશનલ ડ્રેસ સાથે આવેલ શ્રીરામભકતોએ ભારે આકર્ષણ જગાવ્‍યું હતું અને સમગ્ર રાજકોટ શહેરને શ્રી રામમય બનાવી દીધુ હતું. ચિક્કાર જનમેદની ઉમટી પડી હતી. પોથીયાત્રા સાથેના રથમાં પોથીજી લઇને શ્રીમતિ સ્‍નેહાબેન રાજુભાઇ પોબારૂ, શ્રીમતિ સ્‍મિતાબેન છબીલભાઇ પોબારૂ, શ્રીમતિ રીટાબેન સતીષભાઇ કુંડલીયા, શ્રીમતિ રીટાબેન ભૂપેન્‍દ્રભાઇ કોટક, શ્રીમતિ શૈલીબેન કલ્‍પેશભાઇ ગણાત્રા, શ્રીમતિ જુલીબેન પરાગભાઇ દેવાણીએ બેસીને પુણ્‍યનું ભાથું બાંધ્‍યું હતું.
અકિલા પરિવારના મોભી, લોહાણા જ્ઞાતિના શુભચિંતક, રાજકોટ લોહાણા મહાજનના પથદર્શક, જ્ઞાતિ શ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલા પરિવારના મોટા બહેન અને ‘મહિલા ક્રાંતિ' જુનાગઢના તંત્રી શ્રીમતી મીનાબેન હરીશભાઇ ચગ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી  કમલેશભાઇ મીરાણી, કોર્પોરેટરો શ્રી મનીષભાઇ રાડીયા અને દક્ષાબેન વસાણી, વિક્રમભાઇ પુજારા, દિનેશભાઇ કારીયા, કોર્પોરેટર શ્રી દેવાંગભાઇ માંકડ, અનિલભાઇ પારેખ, રાજકોટ લોહાણા મહાજનના બંધારણીય સલાહકાર, આરસીસી બેન્‍કના સીઇઓ, કાયદેઆઝમ ડો.પુરૂષોતમભાઇ પીપરીયા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ , કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, ઇન્‍દુબેન ઠક્કર,  એડવોકેટ રીપનભાઇ ગોકાણી, રાજકોટ કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી નવીનભાઇ ઠક્કર, નરેન્‍દ્રભાઇ નથવાણી, છબીલભાઇ પોબારૂ, સિધ્‍ધાર્થ પોબારૂ, દિશીત પોબારૂ સહીતના લોહાણા અગ્રણીઓ અને રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્‍ટીઓ તથા હજારો જ્ઞાતિજનો વિશાળ-ઐતિહાસિક પોથીયાત્રામાં હાજર રહયા હતા. શ્રી રામકથાના મુખ્‍ય વકતા પૂજયશ્રી ભુપેન્‍દ્રભાઇ પંડયા (મુંબઇ) તથા અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રા ખુલ્લી વિન્‍ટેજ કારમાં પોથીયાત્રામાં છેલ્લે સુધી જોડાયા હતા. જેને કારણે સમગ્ર સમાજનો ઉત્‍સાહ બેવડાઇ ગયો હતો.
 શ્રી રામનગરી, ચૌધરી હાઇસ્‍કુલ મેદાન ખાતે પહોંચ્‍યા બાદ હજ્‍જારો જ્ઞાતિજનોની હાજરીમાં પોથીજીનું વિધિવત સામૈયુ કરવામાં આવ્‍યું હતુ અને વાજતે ગાજતે પોથીજીને વ્‍યાસપીઠ સુધી લઇ જવાયા હતા. વ્‍યાસપીઠ ઉપર પોથીજીને મુકયા બાદ પૂજય શ્રી ભુપેન્‍દ્રભાઇ પંડયા દ્વારા પોથીજીનું પૂજન-ગ્રંથ પૂજન કરવામાં આવ્‍યું હતું. ગ્રંથપૂજન દરમ્‍યાન વિદ્વાન શાષાીજી શ્રી હિરેનભાઇ ત્રિવેદી, સ્‍વામીનારાયણ સંપ્રદાય (ભૂપેન્‍દ્ર રોડ મંદિર)ના શ્રી રાધારમણ સ્‍વામીજી અને ભકત વત્‍સલ સ્‍વામીજી પણ સાથે જોડાયા હતા.
શ્રી રામકથાના દીપ પ્રાગટય વખતે પણ ‘જય જય શ્રી રામ'ના ખુબ જ ઉત્‍સાહપુર્વક નારા લાગ્‍યા હતા અને હજારો રઘુવંશીઓમાં આનંદ  ઉત્‍સાહના ઘોડાપુર વહ્યા હતા. શ્રી રામકથાના પવિત્ર અલૌકીક વાતાવરણમાં હજારો લોકો શ્રી રામભકિતમાં તલ્લીન બન્‍યા હતા. શ્રી રામકથાના દીપ પ્રાગટય દરમ્‍યાન અકિલા પરિવારના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી રામકથાના મુખ્‍ય વકતા પૂજયશ્રી ભુપેન્‍દ્રભાઇ પંડયા, શાષાીજી શ્રી હિરેનભાઇ ત્રિવેદી, શ્રી રાધારમણ સ્‍વામીજી, ભકત વત્‍સલ સ્‍વામીજી, શ્રી રામકથાના મુખ્‍ય યજમાન શ્રી સતીષભાઇ જયંતીભાઇ કુંડલીયા, મહાજન પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, શ્રી હરીશભાઇ લાખાણી, શ્રી જયકરભાઇ ચોટાઇ (વેરાવળ), રાજકોટ કેળવણી મંડળના ઉપપ્રમુખશ્રી નવીનભાઇ ઠક્કર સહીતના મહાનુભાવો જોડાયા હતાં.
દીપ પ્રાગટય દરમ્‍યાન સ્‍વાગત પ્રવચન કરતા રાજકોટ લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇએ જણાવ્‍યું હતું કે રાજકોટ લોહાણા મહાજનના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલ શ્રી રામકથા સમગ્ર સમાજને એક તાંતણે બાંધીને સદાય જોડાયેલો રાખશે જેથી જ્ઞાતિ ઉત્‍કર્ષના કાર્યોને સતત વેગ મળતો રહેશે.
રાજકોટ લોહાણા મહાજનના બાહોશ અને કાર્યદક્ષ પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂએ જણાવ્‍યું હતું કે જ્ઞાતિ અને સમાજ વચ્‍ચે રહીને સામાજીક, શૈક્ષણીક, સેવાકીય, તબીબી, સાંસ્‍કૃતિક કાર્યો કરીને સતત સમાજ સેવા કરતી રહેવી એ જ રાજકોટ લોહાણા મહાજનનું મુખ્‍ય કાર્ય છે. રાજકોટ લોહાણા મહાજન હસ્‍તક રહેલી જ્ઞાતિની મહાજન વાડીઓ, અતિથિ ગૃહો, કોમ્‍યુનિટી હોલ સહિતની તમામ પ્રોપર્ટીઓ ખૂબ સારી રીતે જ્ઞાતિ સેવાના કાર્યોમાં નિમિત બની રહી છે તનો અનહદ આનંદ છે. આ તકે રાજુભાઇ પોબારૂએ રાજકોટ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ, દાનવીર, દીર્ઘદૃષ્‍ટા સ્‍વ. શ્રી જયંતિભાઇ કુંડલીયાને પણ યાદ કર્યા હતાં.
રાજકોટ લોહાણા મહાજનને સતત હૂંફ અને સહયોગ આપીને સચોટ, સમાજોપયોગી, અમૂલ્‍ય માર્ગદર્શન આપતા અકિલાના મોભી અને જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાનો ડાયસ ઉપરથી મહાજન પ્રમુખશ્રી રાજૂભાઇ પોબારૂએ હૃદયપૂર્વક-ગદગદિત સ્‍વરે વંદન સાથે આભાર વ્‍યકત કર્યો હતો. ઐતિહાસિક શ્રી રામકથા સમગ્ર રાજકોટના ઇતિહાસમાં ‘ન ભૂતો ન ભવિષ્‍યતી' સૂત્રને સાર્થક કરશે તેવો દૃઢ વિશ્વાસ મહાજન પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂએ વ્‍યકત કર્યો હતો. શ્રી રામકથામાં દાતાઓ તરફથી મળેલ અને સતત હજુ પણ અવિરતપણે મળતું રહેતું અઢળક દાનનો એક-એક પૈસો  જ્ઞાતિ ઉત્‍કર્ષના કાર્યોમાં વપરાશે તેવો કોલ રાજુભાઇ પોબારૂએ આપ્‍યો હતો.
કપરા અને અત્‍યંત દુઃખદ કોરોનાકાળ દરમ્‍યાન હજજારો લોકોના જીવ સિવિલ હોસ્‍પિટલની પાસે આવેલ ચૌધરી હાઇસ્‍કુલ મેદાન ખાતે અકાળે પ્રભુનાધામમાં પહોંચ્‍યા છે. શ્રી રામનગરી, ચૌધરી હાઇસ્‍કુલ મેદાન ખાતે શ્રી રામકથાનું આયોજન કરવાથી મોક્ષ ન પામી શકેલા તમામ આત્‍માઓને શ્રી રામકથાના માધ્‍યમથી પવિત્રતાપૂર્વક ચોકકસપણે મોક્ષ પ્રાપ્તિ થઇ જશે તેવો વિશ્વાસ વ્‍યકત કરીને મહાજન પ્રમુખ શ્રી રાજૂભાઇ પોબારૂએ ઇશ્વરને વંદન સાથે શાબ્‍દિક પ્રાર્થના કરી હતી.
રાજકોટ ખાતે ભૂપેન્‍દ્ર રોડ ઉપર આવેલ શ્રી સ્‍વામીનારાયણ મંદિરના શ્રી રાધારમણ સ્‍વામીજી અને વિદ્વાન શાષાીજી હિરેનભાઇ ત્રિવેદીએ પણ પ્રસંગોચિત પ્રવચનો કરીને રાજકોટ લોહાણા મહાજનના શ્રી રામકથા યોજવાના નિર્ણયને ખૂબ આવકારદાયક ગણાવ્‍યો હતો. તેઓએ ધર્મ, શ્રી રામનામ, સેવાકાર્યોનું મહત્‍વ સમજાવ્‍યું હતું.
શ્રી રામકથાના મુખ્‍ય વકતા અને દેશ-વિદેશમાં ખૂબ મોટી નામના ધરાવનાર પૂજય શ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયાએ રાજકોટ લોહાણા મહાજના પ્રમુખ રાજુભાઇ પોબારૂ સહિતની સમગ્ર ટીમને આશીર્વાદ આપીને કથા મંડપમાં હાજર રહેલ હજજારો લોકોને શ્રી રામકથાનું અને રામભકિતનું  મહત્‍વ સમજાવ્‍યું હતું અને વ્‍યાસપીઠ ઉપરથી ભવ્‍યાતિભવ્‍ય ઐતિહાસિક શ્રી રામકથાનો પ્રારંભ કર્યો હતો. દીપ પ્રાગટય કાર્યક્રમના અંતમાં આભારવિધિ મહાજન મંત્રી રીટાબેન કોટકે કરી હતી અને સફળતાપૂર્વક સંચાલન વૈશાલીબેન પારેખે કર્યુ હતું.
શ્રી રામકથાના પ્રથમ દિવસથી જ હજજારો ભકતો ડોમમાં ઉમટી પડયા હતા અને શિસ્‍તબધ્‍ધ રીતે શ્રીરામકથાનું રસપાન કર્યુ હતું. ગઇકાલે રવિવાર હોય, જાણે સમગ્ર સમાજ શ્રી રામકથામાં ઉમટી પડયો હતો અને હૈયેહૈયું દળાય તેવો અભૂતપૂર્વ માહોલ સર્જાયો હતો. કયાંય પગ મુકવાની જગ્‍યા ન હતી. હજજારો લોકોએ એક સાથે શિસ્‍તબધ્‍ધ રીતે પ્રસાદ લઇને જ્ઞાતિએકતાનું અદ્‌્‌કેરૂં ઉદાહરણ પુરૂં પાડયું હતું. તમામ સમાજોના લોકોએ ભાવપૂર્વક - પવિત્ર વાતાવરણમાં શ્રી રામકથાનું રસપાન કર્યુ હતું.
અકિલા પરિવારના મોભી અને જ્ઞાતિ શ્રેષ્‍ઠીશ્રી કિરીટભાઇ ગણાત્રા, રાજકોટના રેસીડેન્‍ટ એડીશનલ કલેકટરશ્રી કેતનભાઇ ઠક્કર, રાજકોટ લોહાણા મહાજનના બંધારણીય સલાહકાર, કાયદેઆઝમ ડો. પુરૂષોત્તમભાઇ પીપરીયા, કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમના પ્રમુખ હરેશભાઇ વોરા અને ટ્રસ્‍ટીગણ, પ.પૂ.શ્રી રણછોડદાસબાપુ આશ્રમના મેનેજીંગ ટ્રસ્‍ટીશ્રી પ્રવિણભાઇ વસાણી, જાણીતા અને સિનીયર મોસ્‍ટ ગાયનેકોલોજીસ્‍ટ ડો. નિતાબેન ઠક્કર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
કોર્પોરેટ ટચ  સાથે યોજાયેલ શ્રી રામકથાને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજૂભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખશ્રી યોગેશભાઇ પૂજારા-પૂજારા ટેલિકોમ, મંત્રીઓ રીટાબેન કોટક અને ડો. હિમાંશુભાઇ ઠકકર, ઇન્‍ટરનલ ઓડીટર ધવલભાઇ ખખ્‍ખર, ટ્રસ્‍ટીઓ ડો. પરાગભાઇ દેવાણી, જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હિરેનભાઇ ખખ્‍ખર, શ્‍યામલભાઇ સોનપાલ, મનિષભાઇ ખખ્‍ખર,  તુષારભાઇ ગોકાણી, જતીનભાઇ કારીયા,  દિનેશભાઇ બાવરીયા, હરીશભાઇ લાખાણી, રીટાબેન કુંડલીયા, જયશ્રીબેન સેજપાલ, રંજનબેન પોપટ, ડો. આશીષભાઇ ગણાત્રા, શૈલેષભાઇ પાબારી, યોગેશભાઇ જસાણી, પ્રદિપભાઇ સચદે, ધવલભાઇ કારીયા, અલ્‍પાબેન બચ્‍છા, વિધિબેન જટાણીયા, દિપકભાઇ પોપટ સહિતના વિવિધ લોહાણા - અગ્રણીઓ - જ્ઞાતિજનો હિતેનભાઇ પારેખ દક્ષિણી, સિધ્‍ધાર્થભાઇ પોબારૂ, દિશીત પોબારૂ, ચંદુભાઇ રાયચુરા, તમામ મહિલા મંડળો, જલારામ સેવા સમિતિ, ૧પ૦ ફુટ રીંગ રોડ, રઘુવંશી પરિવારજનો, વાણીયાવાડી જલારામ જયંતિ સમિતિ, લોહાણા કર્મચારી મંડળ અને યુવક મંડળના સભ્‍યો, દાણાપીઠ - માર્કેટીંગ યાર્ડનું સંગઠન, ગાંધીગ્રામ વિસ્‍તાર લોહાણા સંગઠન કેટરીંગ એસોસીએશનના સભ્‍યો, શ્રી રામકથા  સંદર્ભે  રચાયેલ વિવિધ કમિટીઓ, રઘુવંશી એકતા મિશનના કાર્યકરો વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

 

(2:54 pm IST)