Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

લક્ષ્મણ ટાઉનશીપમાં પાણી - સફાઇ લાઇટનો અભાવ : રજૂઆત

પાણી માટે ટેન્‍કરો નહી ફાળવતા લતાવાસીઓ પરેશાન : કચરા ગાડી અનિયમીત : પ્રાથમિક સુવિધાના પ્રશ્નો તાકિદે ઉકેલવા માંગ

રાજકોટ તા. ૨૩ : શહેરના વોર્ડ નં. ૧૧ના મવડી વિસ્‍તારમાં આવેલ લક્ષ્મણ ટાઉનશીપમાં પાણી, સફાઇ, લાઇટ સહિતના પ્રાથમિક પ્રશ્નો તાકીદે ઉકેલવા વિસ્‍તારવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે લક્ષ્મણ ટાઉનશીપના જાગૃત નાગરિક દ્વારા મ્‍યુ. કમિશનરને પાઠવેલ પત્રમાં જણાવ્‍યું હતું કે, વોર્ડ નં. ૧૧ લક્ષ્મણ ટાઉનશીપમાં છેલ્લા પાંચ માસથી મનપા દ્વારા પાણીનું વિતરણ બંધ છે. આવા સમયે મનપાના પાણીના ટેન્‍કર આવતા નથી.

ટાઉનશીપમાં કોઇ સ્‍થળે ડસ્‍ટબીન નથી કચરો ઉપાડવાની ગાડી ફકત એક જ વખતે આવે છે. આ બાબતે મેનેજમેન્‍ટ મારફત જરૂરી કાર્યવાહી કરવા માંગણી ઉઠાવી છે. સાથોસાથ ટાઉનશીપની સાચવણી, આકસ્‍મીક ખર્ચાઓ, પાણી, લાઇટ, લીફટ જનરલ મેઇનટેનનસ, નવા બોર વિવિધ ખર્ચને પહોંચી વળવા આરએમસી મેનેજમેન્‍ટ હોર્ડીંગ્‍સ, મોબાઇલ ટાવર નખાવી મંથલી ઇન્‍કમના ખર્ચાઓ રહીશોને મદદરૂપ થઇ શકે તેવા સુચનો રજૂ કર્યા છે. ટાઉનશીપની વિવિધ સમસ્‍યા તાકિદે હલ કરવા માંગ કરવામાં આવી છે.

(3:10 pm IST)