Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

બોયઝ ફુટબોલ ટીમ સુપર લીગમાં પ્રવેશી : ઝોન ફાઇનલમાં ભાવનગર સીટીને ૪-૩થી હરાવ્‍યું

ખેલ મહાકુંભમાં રાજકોટની અન્‍ડર-૧૪

રાજકોટ તા. ૨૩ : ખેલ મહાકુંભ ઝોન કક્ષા એ રમાયેલી અંડર-૧૪ બોયઝ ટીમ માં રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્‍વ કરી રહેલી સેંટ મેરી સ્‍કૂલ, સેંટ પોલ સ્‍કૂલ, સેંટ ઝેવીયર્શ, સત્‍ય પ્રકાશ હાઇ સ્‍કૂલ, એસ.એન.કે અને મોદી સ્‍કૂલનાં વિદ્યાર્થીઓની સંયુક્‍ત ટીમે સર્વ પ્રથમ મોરબી સિટિ ને ૫-૧, રાજકોટ રૂરલને ૪-૦ અને ભાવનગર સિટિને ૨-૦ થી હરાવી સેમી ફાઇનલ પ્રવેશી અને સેમી ફાઇનલમાં જુનાગઢ સિટિને ૫-૦ થી હરાવી ફાઇનલમાં પહોંચી, ત્‍યારબાદ ફાઇનલમાં ભાવનગર સિટિને ૪-૩થી હરાવી પોતાના ગ્રુપમાં પ્રથમ સ્‍થાન મેળવવાની સાથે સુપર લીગ ટુર્નામેન્‍ટ માટે ક્‍વોલિફાય કર્યું છે.

ટીમના કોચ રાકેશ ઉલ્‍વા દ્વારા ખેલાડીઓ કથન ઘેલાણી, તન્‍મય મહેતા, ધ્‍યેય મોદી, ચૌહાણ અયાન, સોહાન મકવાણા, પૃથ્‍વી જાદવ, નૂરાજ ખીરાની, આકીબ ઠેબા, મીતરાજ જાડેજા, પાર્થિવ પટ્ટણી, સત્‍યમ ઉલ્‍વા, રાહીલ માકડિયા, અને કૃતાર્થ ઘેટીયા દ્વારા કોચીંગ આપવામાં આવ્‍યું છે

(3:11 pm IST)