Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

વોર્ડ નં.૫ માં સામાજીક સમરસતાઃ

રાજયભરમાં ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા સામાજીક સમરતા માસની ઉજવણી કરવામાં આવી રહી છે, તે અંતર્ગત વોર્ડ નં.૫ માં દલિત પરિવારએ કોપોરેટર રસીલાબેન સાકરીયાને ઘરે ભોજન ગ્રહણ કરી સામાજીક સમરતાનું ઉદાહરણ પુરૂ પાડેલ હતું. આ તકે શહેર ભાજપ મહામંત્રી કીશોરભાઇ રાઠોડ, ઉપપ્રમુખ અશોક લુણાગરીયા, કલ્‍પનાબેન કિયાડા, વોર્ડ પ્રભારી રમેશ અકબરી, વોર્ડપ્રમુખ દિનેશ ઘીયાળ, વોર્ડ મહામંત્રી મુકેશ ધનસોતા, કોર્પોરેટર દિલીપ લુણાગરીયા, રસીલાબેન સાકરીયા, વજુબેન ગોલતર સહીતના ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:22 pm IST)