Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

બોગસ ડીગ્રી સર્ટીફીકેટ અને માર્કશીટના કૌભાંડમાં સહઆરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ, તા., ૨૩: રાજકોટના ચકચારી ડીગ્રી સર્ટીફીકેટ તથા માર્કશીટના કૌભાંડમાં પકડાયેલ સહ આરોપીના જામીન મંજુર કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.
આ કેસની હકીકત એવી છે કે ક્રાઇમ બ્રાંચે હાલના આરોપી કિશનલાલ રૂમરામ ચૌધરી રહે. સિક્કા, દિગ્‍વીજય ગ્રામ, જી. જામનગર વાળાને ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪ર૦, ૪૬૮, ૪૭૧ મુજબના ગુન્‍હા નોંધી આરોપીની ધરપકડ કરાયેલ હતી.
સમગ્ર કેસની હકિકત એવી છે કે આ ગુનામાં મુખ્‍ય આરોપી જયંતીભાઇ લાલજીભાઇ સુદાણીએ રાજકોટ શહેરમાં પોતાની સૌરાષ્‍ટ્ર ઇલેકટ્રોનીકસ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજીની ઓફીસમાં સરકારશ્રીની માન્‍યતા વગર ઇન્‍સ્‍ટીટયુટ ચલાવી વિદ્યાર્થીઓને અભ્‍યાસ કરાવ્‍યા વગર વીતી ગયેલ વર્ષના અલગ અલગ કોર્ષના બનાવટી સર્ટીફીકેટ તેમજ માર્કશીટ બનાવી આર્થીક લાભ મેળવવા સારૂ આ બનાવટી માર્કશીટ અને સર્ટીફીકેટનો ખરા તરીકે ઉપયોગ કરાવી ઠગાઇ અને વિશ્વાસઘાત કરી, છેતરપીંડી કરેલ તથા પોલીસ  રેડ દરમ્‍યાન બનાવ વખતે મુખ્‍ય આરોપીની ઓફીસમાંથી  કોમપ્‍યુટર, પ્રિન્‍ટર, કોરા તથા નામવાળા અલગ અલગ સર્ટીફીકેટ, માર્કશીટ, રબ્‍બર સ્‍ટેમ્‍પ,  પ્રશ્નપત્ર  વિગેરે મુદામાલ મળી આવેલ. જે ગુનાની ફરીયાદ નોંધાવવામાં આવેલ. જેમાં તપાસ દરમ્‍યાન હાલના અરજદારે મુખ્‍ય આરોપીને રૂપીયા આપીને ડીપ્‍લોમાં ડીગ્રી સર્ટીફીકેટ ખરીદીને ગુનો કર્યાનું ખુલવા પામેલ તેથી અરજદારની અટક કરવામાં આવેલ.
સરકાર તરફે સોગંદનામુ રજુ થાય તેજ ૪૬૭ તેમજ ૪૭૪ નો ઉમેરો રજુ કરવાનો રીપોર્ટ રજુ કરેલ તેમજ સરકાર પક્ષે આરોપીએ મુખ્‍ય આરોપીને રૂા. ૧૦૦૦૦ આપી બનાવટી ડીપ્‍લોમાં ડીગ્રી સર્ટીફીકેટ ખરીદીને ગુનો કર્યાનું ખુલવા પામેલ છે. અરજદારને જામીન આપવામાં આવે તો પુરાવા સાથે છેડછાડ કરે કે ટ્રાયલ દરમ્‍યાન હાજર નરી રહે તેવી શકયતા હોવાનું જણાવી આરોપીને જામીન મુકત નહી કરવા વિનંતી કરેલ.
આરોપીના વકીલ બકુલ રાજાણીએ પોતાની દલીલમાં જણાવેલ કે આરોપીનું એફઆઇઆરમાં કયાંય નામ નથી. આરોપી નિર્દોષ છે. માર્કશીટ કે સર્ટીફીકેટ બનાવેલ નથી કે તેવા કોઇ દસ્‍તાવેજ ખરા ઉપયોગ કરેલ નથી કોઇ આર્થીક લાભ મેળવેલ નથી. આરોપીને તદન ખોટી રીતે સંડોવી દેવામાં આવેલ છે. તેમજ પોતાની દલીલમાં સુપ્રીમ કોર્ટના જજ મેન્‍ટ રજુ કરેલ. બન્ને પક્ષકારનો લંબાણ પુર્વક દલીલો સાંભળીને કોર્ટએ આરોપીના શરતી જામીન મંજુર કરેલ હતા.આ કેસમાં આરોપી કિશનલાલ રૂમરાવ ચૌધરી વતી એડવોકેટ બકુલ રાજાણી, કોમલ રાવલ, પ્રકાશ પરમાર, વિજયસિંહ ઝાલા, વિક્રમ જોશી, ઇન્‍દ્રવિજયસિંહ રાઓલ વગેરે રોકાયેલ હતા

 

(3:28 pm IST)