Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ૨૬ અનુસ્‍નાતક ભવનોમાં ૨૫૦૦ થી વધુ બેઠકોમાં પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ

રાજકોટ, તા. ૨૩ : સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનો આજે ૫૬મો સ્‍થાપના દિવસ છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી કેમ્‍પસ ઉપર આવેલ વિવિધ ૨૬ અનુસ્‍નાતક ભવનોમાં આજથી પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ થયો છે. પ્રવેશ કાર્યવાહી ૬ જૂન સુધી ચાલુ રહેશે.
સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી કેમ્‍પસ ખાતે આવેલ વિવિધ શિક્ષણ ભવનો ગુજરાતી ભવન, હિન્‍દી ભવન, સંસ્‍કૃત ભવન, ઈતિહાસ ભવન, સમાજ શાષા ભવન, અર્થશાષા ભવન, મનોવિજ્ઞાન ભવન, ફિલોસોફી ભવન,વાણીજય ભવન, બાયો સાયન્‍સ ભવન, ગણિત શાષા ભવન, આંકડાશાષા ભવન, હોમસાયન્‍સ ભવન, ફાર્મસી ભવન, બાયો કેમેસ્‍ટ્રી ભવન, પત્રકારત્‍વ ભવન, ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન ભવન, સમાજ કાર્ય ભવન, શારીરીક શિક્ષણ ભવન, શિક્ષણ શાષા ભવન, પ્રવેશ કાર્ય ચાલુ રહેશે.
સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સિવાયની ગુજરાત રાજયની અન્‍ય યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને ૧૦% અને ગુજરાત રાજય સિવાયની યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને ૫% બેઠકો ઉપર પ્રવેશ મળવાપાત્ર રહેશે. અનુસ્‍નાતક ભવનમાં ચાલતા અભ્‍યાસક્રમોની વિગત, પ્રવેશ લાયકાત, ફી અંગેની વિગત, કુલ સીટની સંખ્‍યા, પ્રવેશ જાહેરાત, પ્રવેશ અંગેની સુચનાઓ, પ્રવેશ માટેનું મેરીટ લીસ્‍ટ, પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની માહિતી, પ્રતીક્ષા યાદી સહિતની તમામ માહિતી જે તે ભવનના નોટીસ બોર્ડ અને વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. સ્‍નાતક કક્ષાની પરીક્ષામાં છેલ્લા સેમેસ્‍ટરમાં તમામ સેમેસ્‍ટરની માર્કશીટના જે કુલ ગુણો દર્શાવેલ છે. તેના આધારે મેરીટ લીસ્‍ટ તૈયાર કરવામાં આવશે. એટલે કે છેલ્લી માર્કશીટમાંથી કુલ ગુણ માંથી મેળવેલ ગુણના આધારે પ્રવેશ માટેની મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.

 

(4:06 pm IST)