Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ઇશ્વરીયા પાર્ક - ઓસમ ડુંગર કાલથી ખૂલશેઃ માસ્ક - સોશ્યલ ડીસ્ટન્સ - સેનેટાઇઝ સહિતની સુવિધાઃ સોમવારે રજા રખાશે

રાજકોટ : રાજકોટ જીલ્લા કલેકટર તરીકે માત્ર પોણા બે વર્ષમાં કોરોના સામે જંગ સહિતની કામગીરી કરી ભારે લોકપ્રિયતા મેળવનાર શ્રી રેમ્યા મોહને ગઇકાલે રાજકોટની પ્રજા આનંદ વિભોર બની રહે - હરી ફરી શકે તે માટે અદ્યતન પીકનિક પોઇન્ટ ફલાવર-વેલી ઇશ્વરીયા પાર્ક અને પાટણવાવ-ઓસમ ડુંગર કાલથી ખોલવાનો નિર્ણય લીધો છે, ઇશ્વરીયા પાર્ક અંગે સીટી પ્રાંત-૧ શ્રી સિધ્ધાર્થ ગઢવી અને ઓસમ ડુંગર અંગે ધોરાજી પ્રાંત શ્રી મીયાણીને કોરોના સંદર્ભે માસ્ક-સોશ્યલ ડીસ્ટન્સ, સેનેટાઇઝ, મર્યાદિત લોકોને જ એન્ટ્રી સહિતની સાવચેતી અંગેના પગલા લેવા સુચનાઓ આપી હતી, ઇશ્વરીયા પાર્ક ખાતે તંત્રે માસ્ક-સોશ્યલ ડીસ્ટન્સ સહિતના પગલા બોર્ડ મારી દિધા છે, તસ્વીરમાં ઇશ્વરીયા પાર્ક મુખ્ય ગેઇટ, લગાવેલ બોર્ડ વિગેરે નજરે પડે છે, પાર્ક મંગળવારથી શનિવાર બપોરે ૩ થી ૮ અને રવિવારે આખો દિવસ ખૂલ્લો રહેશે. જયારે સોમવારે રજા જાહેર કરાઇ છે.

(3:34 pm IST)