Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

શ્રી પંચનાથ હોસ્પિટલનું નવુ કદમઃ રાહત દરે ફીઝીયોથેરાપી વિભાગ શરૂ

મારવાડી યુનિવર્સિટીની ફીઝીયોથેરાપી ફેકલ્ટી સાથે એમ.ઓ.યુ. થયા : ફિઝીયોથેરાપી વિભાગના ઈન્ચાર્જ તરીકે ડો.પ્રાપ્તિ બક્ષીની નિમણુંકઃ સવારે ૯ થી ૧, બપોરે ૪ થી ૭ નિદાન- સારવારઃ દર્દી માટે લીફટની સુવિધા : ઓર્થોપેડીક સર્જન ડો.કેલ્વીન વૈષ્નાણી સોમ થી શનિ સવારે ૯ થી ૧૦, સાંજે ૪ થી ૬ સેવા આપશે

રાજકોટઃ શ્રી પંચનાથ સાર્વજનીક મેડિકલટ્રસ્ટ સૌરાષ્ટ્ર અને કચ્છની કદરદાન અને ધર્મ પ્રેમી જનતાની સેવા કાજે નવા નવા કદમો ઉઠાવી રહ્યુ છે તેમા આધુનિક મેડિકલ સાયન્સના યુગમાં અત્યંત જરૂરી એવો રાહત દરે ફીઝીયોથેરાપી વિભાગનો શુભારંભ કરીને નવુ સોપાન સર કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને  આ પ્રયાસોની સફળતા પ્રાપ્ત કરવા માટે રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટીની ફીઝીયોથેરાપી ફેકલ્ટી અને  હોસ્પિટલ તંત્ર દ્વારા એમ.ઓ.યુ. કરવામા આવેલ છે.

આજના ઝડપી અને તનાવ  પુર્ણ યુગમાં વૃધ્ધોની સાથે યુવાધન પણ ઓર્થોપેડીક બીમારી જેવી કે સાંધાના દુઃખાવા ફ્રેકચર પેરાલીસીસ કંપવા કે ચેતાતંત્રના સહન ન થઇ શકે તેવા રોગોના શિકાર બની રહ્યા છે આવા સંજોગોમાં પંચનાથ હોસ્પિટલના ઓર્થોપેડીક વિભાગમાં અત્યાર સુધીમાં ૪૯૯૩થી વધુ દર્દીઓને સચોટ નિદાન અને સારવાર આપવામા આવી છે અને જરૂર જણાય ત્યાં તબીબો દ્વારા ફીઝીયોથેરાપી સારવાર પણ આપવામાં આવેલ છે અને અનેક દર્દીઓએ દુઃખાવામા રાહતની લાગણી અનુભવેલ છે તદ્દઉપરાંત હોસ્પિટલના ઓર્થોપેડીક સર્જરી વિભાગ દ્વારા ૧૩૩ જેટલી સંવેદનશીલ કે અતિ સંવેદનશીલ સર્જરી સફળતાપૂર્વક કરવામા આવી છે જેમાં હાડકામા થયેલા નાના કે મોટા ફ્રેકચર જરૂર પડે ત્યાં પ્લેટ બેસાડવી ગોળો ફિટ કરવો પગના ગોઠણની ઢાંકણી બદલાવવી જેવી સર્જરીનો સમાવેશ થાય છે

હોસ્પિટલમા ઓર્થોપેડીક સર્જન તરીકે સેવા આપી રહેલા ડો. કેલ્વીન વૈષ્નાણી કે જેઓએ એમ.બી.બી.એસ.– ડી.એન.બી. - ઓર્થોપેડીકની ઉપાધિ પ્રાપ્ત કરેલ છે તેઓ સોમવાર થી શનિવાર સુધી સવારે ૯ થી ૧૦ તેમજ સાંજે ૪ થી ૬ દરમ્યાન નિયમિત રીતે મળી શકશે

આ ફીઝીયોથેરાપી વિભાગમાં થનાર સારવારમા ઓર્થોપેડીક (હાડકા) ન્યુરોલોજીકલ (મગજ) કાર્ડિયો પોલમોનરી (હ્રદય) સંબંધી કેઇસો તેમજ બેક (કમર) નેક (ગરદન) સોલ્ડર (ખંભા) ની (ગોઠણ) ના દુૅંખાવાઓ તેમજ સ્ટ્રોક પારકિન્સન (કંપવા) તેમજ તબીબો દ્વારા સૂચવાયેલી ફીઝીયોથેરાપી સારવાર કરવામા આવે છે આ તમામ પ્રકારની સારવાર શ્રી પંચનાથ મંદિરના પરિસરમાં આવેલ હોસ્પિટલના જુના બીલ્ડીંગમાં પ્રથમ માળે કરવામાં આવે છે દર્દી વ્હીલ ચેરમાં બેસી શકે તેવી લીફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે ફીઝીયોથેરાપી સારવારનો ચાર્જ સૌને પરવડે તેવો દરરોજ એક કસરતના રૂ ૩૦ રાખવામા આવેલ છે કલીનીકનો સમય દરરોજ સવારે ૯ થી ૧ બપોરે ૪ થી ૭ સુધીનો રહે છે

આ વિભાગના ઇન્ચાર્જ તરીકે ડા.ે પ્રાપ્તિ બક્ષીની નિમણુંક કરવામા આવી છે કે જેઓએ ફીઝીયોથેરાપીસ્ટની ઉપાધિ  પ્રાપ્ત કરેલ છે તેમનો હસમુખો ચહેરો સરળ સ્વભાવ અને પોતાની સૂઝ અને આવડત થકી અનેક દર્દીઓને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ કરવા મા સફળ રહ્યા છે તદ્દઉપરાંત ડો રાહુલ છતલાણી કે જેઓ ફીઝીયોથેરાપીસ્ટની માસ્ટર  ડીગ્રી મેળવી ચૂકયા છે અને વાસ્તવમાં તેઓ મારવાડી યુનિવર્સિટીમા આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે તેમના અનુભવનો સારો એવો  લાભ દર્દીઓને મળી શકશે સૌથી અગત્યની બાબત એ છે કે ડો. જયેશ પરમાર કે જેઓએ ફીઝીયોથેરાપીમા માસ્ટરની ડીગ્રી ઉપરાંત પી.એચ.ડી. ની ઉપાધિ  પ્રાપ્ત કરેલ છે તેઓ હાલમા મારવાડી યુનિવર્સિટીમા પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવે છે તેમજ ડો આશિષ કક્કડ પણ માસ્ટરની ડીગ્રી ઉપરાંત પી એચ ડી ની ઉપાધિ મેળવી ચૂક્યા છે તેઓ હાલમા પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે ઉપરોકત બંને મહાનુભાવોનુ સતત માર્ગદર્શન મળતું રહે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છની જનતા ને તબીબી ક્ષેત્રે નજીવા દરે તમામ પ્રકારના નિદાન અને સારવાર મળી શકે તેવા સતત પ્રયાસો જારી રાખનાર શ્રી પંચનાથ સાર્વજનીક મેડિકલ ટ્રસ્ટના યુવા પ્રમુખશ્રી દેવાંગભાઇ માંકડ માનદ મંત્રીશ્રી  મયૂરભાઇ શાહ કોષાધ્યક્ષ શ્રી ડી વી મહેતા ટ્રસ્ટીશ્રીઓ ડો રવિરાજ ગુજરાતી, વસંતભાઇ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, અનિલભાઈ દેસાઈ, સંદીપભાઇ ડોડીયા, જેમીનભાઇ જોષી, નિરજભાઇ, નીતિનભાઈ મણીયાર, મિતેષભાઇ વ્યાસ, નારણભાઈ લાલકીયા, મનુભાઇ પટેલ જેવા સેવાભાવી આગેવાનો ''હીરા પારખુ કરતા સ્વાસ્થય સંબંધી પારખુ મહાન હોય છે'' તે ઉકિતને યથાર્થ ઠેરવવા માટે સાચા અર્થમાં જહેમત ઉઠાવી રહ્યા છે.

ફીઝીયોથેરાપીસ્ટ વિભાગની વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે ડો. રાહુલ છતલાણી (મો. નં.૯૮૭૯૮૭૮૧૫૭) શ્રી પંકજ ચગ (મોબાઈલ નંબર ૯૮૭૯૫૭૦૮૭૮) અથવા તો ડો.પ્રાપ્તિ બક્ષીનો હોસ્પિટલ પર સંપર્ક કરવા હોસ્પિટલ તંત્રની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:35 pm IST)