Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

દિવ્યાંગ બહેનો દ્વારા યોગા

અહીંના ૮૦ ફુટ રોડ, અમુલ સર્કલ પાસે, ગુજરાત ફોર્જીંગ પાછળ ભારતનગર ચોકમાં આવેલ એકરંગ સંસ્થાની માનસિક વિકલાંગ (દિવ્યાંગ) બહેનોએ વિશ્વ યોગ દિવસ નિમિતે સોશ્યલ ડીસ્ટન્સ અને ફેસ માસ્ક ધારણ કરી યોગા કર્યા હતા. સંસ્થાના પ્રમુખ દીપીકાબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ હર્ષદ પ્રજાપતિ, જયભાઇ ડાભી, સ્વાતિ પરમાર, હિરાબેન બારીયા, રાધા બારીયા, સંગીતા બારીયા, ચંચળબેન કોળી સહીતના કાર્યકરોએ યોગામાં જોડાઇ આ બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો.

(3:38 pm IST)