Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ દ્વારા યોગ દિવસ ઉજવણીઃ કલેકટર રેમ્યા મોહનને સ્પે.કેન્સલેશન સ્ટેમ્પનું કવર ભેટ

રાજકોટ અને મોરબી ખાતે ટપાલોમાં યોગ વિષયક સ્ટેમ્પ લગાડાઈઃ પોસ્ટલ કર્મીઓ દ્વારા યોગઅભ્યાસ અને ઔષધીય છોડનું વિતરણ

રાજકોટઃ પોસ્ટ વિભાગના રાજકોટ ડીવીઝનની તમામ પોસ્ટઓફિસોમાં ૨૧ જુન સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી અંતર્ગત  આ દિવસને ખાસ યાદગાર બનાવવા ફીલાટેલી નિમીતે ભારતીય ટપાલ ટીકીટ વિભાગ દ્વારા યોગ દિવસની ચિત્રાત્મક સ્ટેમ્પનું વિશેષ કલેકશન દેશ ભરની કુલ ૮૧૦ હેડ પોસ્ટઓફિસો દ્વારા રજૂ કરાયું હતું.

જે અંતર્ગત રાજકોટ હેડ પોસ્ટ ઓફીસ ખાતે સીની. સુિ-ટેન્ડન્ટ પોસ્ટમાસ્તર શ્રી જે.આઇ. મન્સુરીની ઉપસ્થિ તીમાં સીની. સુપ્રિટેન્ડન્ટશ્રી એમ.કે.પરમાર દ્વારા કલેકટરશ્રી રેમ્યા મોહનને યોગ દિવસની યાદગીરી રૂપે સ્પે. કેન્સલેશન ટીકીટનું કવર ભેટ કરવામાં આવેલ હતું.

આ અંગે વધુ વિગતો આપતા સીની. સુપ્રિટેન્ડન્ટશ્રી એમ.કે.પરમારની યાદીમાં જણાવાયું છે કે રાજકોટ હેડ પોસ્ટ ઓફીસ અને મોરબી મુખ્ય ડાકઘર ખાતે તા. ૨૧ જુને ડિલીવરી કરવામાં આવેલ અને બુકિંગ કરવામાં આવેલ તમામ ટપાલો પર આ ખાસ કેન્સલેશન સ્ટેમ્પ લગાવવામાં આવેલ.

રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ ખાતે પણ તમામ પોસ્ટમેન ભાઇઓ દ્વારા  વિવિધ યોગાસનો અને પ્રણાયામનો અભ્યાસ કરાયા બાદ પોસ્ટ માસ્તર જનરલશ્રી રાકેશ કુમારના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. આ તકે સ્ટાફના તમામ ભાઇઓ /બહેનોને લીમડો, કરંજ, આમળા, હરડે અને તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવેલ હતું.

(3:41 pm IST)