Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

શહેરમાં બપોર સુધીમાં ત્રણ દિવસના વિરામ બાદ આજે ૩ કેસ નોંધાયા

શહેરમાં કુલ કેસનો આંક ૪૨,૬૬૦એ પહોંચ્‍યોઃ આજ દિન સુધીમાં ૪૧,૯૬૪ દર્દીઓએ કોરોનાને મ્‍હાત આપીઃ હાલમાં રિકવરી રેટ ૯૮.૩૭ ટકા થયોઃ હાલમાં ૩૬૪ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૩:   શહેરમાં રવિવાર, સોમવાર, મંગળવારે બપોરનાં ૧૨ વાગ્‍યા સુધીમાં ‘૦' કેસ નોંધાયા હતા ત્‍યારે ત્રણ દિવસનાં વિરામ બાદ આજે કોરોના ૩ રિપોર્ટ પોઝિટિવ આવ્‍યા છે.

આ અંગે મ્‍યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્‍યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં માત્ર ૩  નવા કેસ સાથે શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ  ૪૨,૬૬૦ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૧,૯૬૪ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે.

ગઇકાલે કુલ ૧૫૨૫ સેમ્‍પલ લેવાયા હતા.જેમાં ૨૨  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૬૬ ટકા થયો  હતો. જયારે ૩૬ દર્દીઓ સાજા થયા હતા. જયારે રિકવરી રેટ ૯૮.૩૭ ટકા થયો છે.

આજ દિન સુધીમાં ૧૧,૮૦,૭૩૩ લોકોનાં  ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી ૪૨,૬૬૦ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૩.૬૧ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૩૭ ટકા એ પહોંચ્‍યો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્‍પિટલ, ખાનગી હોસ્‍પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ  ૩૬૪  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:46 pm IST)