Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

સાંજે વર્તમાન ડી.ડી.ઓ.ને વિદાય,નવા દેવ ચૌધરીને આવકાર

રાજકોટ તા. ર૩ :.. જિલ્લા પંચાયતના  જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયાની અમદાવાદ ખાતે નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર તરીકે બદલી થઇ છે. તેમના સ્‍થાને ગાંધીનગરથી સ્‍વચ્‍છતા મિશનના નિયામક - દેવ ચૌધરીની નિમણૂક થઇ છે. આજે સાંજે ૪ વાગ્‍યે પંચાયતમાં     અધિકારીઓ દ્વારા વર્તમાન ડી. ડી. ઓ. નો વિદાય સમારંભ અને નવા ડી. ડી. ઓ.નો સ્‍વાગત સમારંભ યોજાયેલ છે.

નવા ડીડીઓ સંભવત આજે સાંજે અથવા આવતીકાલે કાર્યભાર સંભાળશે. જિલ્લા કક્ષાએ તેમની આ પ્રથમ નિમણુક છે. તેઓ ર૦૧૬ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે.

(4:21 pm IST)