Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

રાજકોટમાં ગઈકાલે પડેલા ૨ ઈંચ વરસાદથી રસ્તાઓ નદી બન્યા

ગઈકાલે બપોરે ૪ થી ૫.૩૦ વાગ્યા દરમિયાન શહેરમાં ૧ાા થી ૨ ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જેમા સૌથી વધુ ૨ ઈંચ વરસાદ વેસ્ટ ઝોનમાં નોંધાયેલ આથી ૧૫૦ ફૂટ રીંગ રોડ, મવડી ચોકડી, રેસકોર્ષ રીંગ રોડ પર પાણીની નદીઓ વહી હતી જે તસ્વીરમાં નજરે પડે છે. નોંધનીય છે ગઈ સાંજે સેન્ટ્રલ ઝોનમાં ૧ ઈંચ અને સામાકાંઠા વિસ્તારમાં ૦ાા ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું ફાયરબ્રીગેડ કંટ્રોલમાં નોંધાયુ હતું (તસ્વીરઃ સંદીપ બગથરિયા)

(4:40 pm IST)