Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

મ.ન.પા.ની આવાસ યોજનામાં ફલેટ લાગી ગયા પછી પ્રથમ હપ્તો નહી ભરનારની ફાળવણી રદ થશે

૭ દિવસમાં પ્રથમ હપ્તો ભરી જવા તાકીદ-નોટીસો ફટકારાઇ

રાજકોટ, તા., ૨૩: મ.ન.પા.ની વિવિધ આવાસ યોજનાઓમાં ફલેટ લાગી ગયા બાદ પણ પ્રથમ હપ્તો નહી ભરનારના ફલેટની ફાળવણી રદ કરવા નિર્ણય લેવાયો છે.

આ અંગેની વિગતો મુજબ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યરત છે. જે અન્વયે વેસ્ટ ઝોન ખાતે નવી પ્રધાનમંત્રી આવાસ યોજના ચ્ષ્લ્-૧૨ ના ૫૪૨ , ન્ત્ઞ્ ના ૧૨૬૮ અને પ્ત્ઞ્ યોજના ૧૨૬૮ પૈકી ૨૩૦ મળી કુલ ૨૦૪૦ આવાસોની કોમ્પુટરાઇઝ જાહેર ડ્રો તા. ૩૧ ઓગસ્ટના રોજ તેમજ ન્ત્ઞ્ના ઉપર દર્શાવેલ બાકી રહેલ આવાસો પૈકી ૨૧૦ આવાસોનો ડ્રો તા. ૨૧ જાન્યુ. ના રોજ તેમજ સ્માર્ટઘર -૧/૨/૩ ના ૨૧૭૬ આવાસો તેમજ મુખ્યમંત્રી આવાસ યોજનાનો અલગ અલગ તારીખ જાહેર ડ્રો પણ ફત્ઞ્ મારફત કરવામાં આવેલ જે પૈકી અમુક અરજદારો દ્વારા નિયમિત હપ્તા ભરપાઇ કરવામાં આવેલ નથી. તેમજ એલોટમેન્ટ લેટર પેન્ડીંગ હોય આવા આસામીઓને કચેરી તરફથી અવાર નવાર લેખીત/ ટેલીફોનીક/ એસએમએસ દ્વારા જાણ કરવા છતા આવાસના બાકી હપ્તાની રકમ ભરપાઇ કરેલ નથી. તેમજ એલોટમેન્ટ લેટર લઇ ગયેલ નથી. જેથી આવા આસામીઓને આવાસના બાકી હત્યાની રકમ ભરપાઇ કરવા તેમજ એલોટમેન્ટ પેન્ડીંગ હોય તેઓને દીન-૭ માં રકમ ભરપાઇ કરી તેની નકલ આવાસ યોજના વિભાગ રાજકોટ મહાનગરપાલિકા, ડો. આંબેડકર ભવન, રૂમ નં.૨, બીજો માળ, ઢેબર રોડ, રાજકોટ ખાતેથી લેવા જણાવવામાં આવે છે. જો દીન-૭ માં આવી બાકી રકમ ભરપાઇ કરવામાં કસુર થશે તો તેવા આસામીઓને એલોટમેન્ટ રદ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.

(4:45 pm IST)