Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

રેલ્‍વેનું ખાનગીકરણ બંધ કરો, નવા શ્રમિક કાયદા પાછા ખેંચો

વેસ્‍ટર્ન રેલ્‍વે મઝદૂર સંઘનું શુક્ર - શનિ ભાટીયા બોર્ડીંગ ખાતે અધિવેશન : એનએફઆઈઆરના જનરલ સેક્રેટરી એમ. રાઘવૈયા, પ્રેસીડેન્‍ટ ગુમાનસિંહ, સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ હાજર રહેશે : નવી પેન્‍શન યોજના રદ્દ કરી, જૂની પેન્‍શન યોજના ચાલુ રખાવો સહિત ૧૪ મુદ્દાઓ અંગે ચર્ચા

રાજકોટ, તા. ૨૨ : વેસ્‍ટર્ન રેલ્‍વે મઝદૂર સંઘ દ્વારા આગામી તા. ૨૪-૨૫ શુક્ર - શનિવારના રોજ ભાટીયા બોર્ડીંગ ખાતે સાંજે ૪ વાગ્‍યાથી ઝોનલ કન્‍વેન્‍શનનું આયોજન કરવામાં આવ્‍યુ છે. આ કોન્‍ફરન્‍સમાં રેલ્‍વેનું ખાનગીકરણ બંધ કરવા નવા શ્રમિક કાયદા પાછા ખેંચવા સહિતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે જે આ મુજબ છે.
(૧) નોન સેફટી કેટેગરીમાં ૫૦% ખાલી જગ્‍યાઓ સરેન્‍ડર કરવાના આદેશ રદ્દ કરો. (૨) તા.૧-૧-૨૦૨૦ થી તા.૩૦-૬-૨૦૨૧ સુધીનું ડી.એ. એરીયર્સનું પેમેન્‍ટ ઝડપથી કરો. (૩) નાઈટ ડયુટી એલાઉન્‍સ ઉપર લાગેલી સીલીંગ લીમીટ તાત્‍કાલીક અસરથી દૂર કરો (૪) નવી પેન્‍શન યોજના રદ્દ કરી જૂની પેન્‍શન યોજના ચાલુ કરો (૫) મજૂર વિરોધી નવા શ્રમિક કાયદાઓ પાછા ખેંચી લેવા (૬) રેલ્‍વે વહીવટમાં કામદારોને નીતિગત નિર્ણયોમાં સામેલ કરવા (૭) ટ્રેનોને તથા રેલ ઉદ્યોગોને તેમજ અન્‍ય કાર્યો માટેના ખાનગી કંપનીઓને કોન્‍ટ્રાકટ આપવાના નિર્ણયને રદ્દ કરો (૮) રેલ્‍વે ઉદ્યોગોનું ખાનગીકરણ બંધ કરો (૯) રેલ્‍વે કર્મચારીઓના કામ કરવાની જગ્‍યાઓમાં સુધારો કરવામાં આવે. (૧૦) સાતમા પગાર પંચની વિસંગતતાઓ દૂર કરવામાં આવે. (૧૧) મહિલા કર્મચારીઓને યોગ્‍ય સગવડતા તથા સુરક્ષા આપવામાં આવે. (૧૨) ખાલી જગ્‍યાઓ તુરંત ભરવામાં આવે તથા નવા એસેસ્‍ટ માટે તાત્‍કાલીક ભરતી કરવામાં આવે. (૧૩) રેલ્‍વે કવાટર્સની હાલતમાં સુધારો કરવો અને નવા કવાટર્સ બનાવવા.
આ અધિવેશનમાં એનએફઆઈઆરના જનરલ સેક્રેટરી એમ. રાઘવૈયા, એનએફઆઈઆરના પ્રેસીડેન્‍ટ ગુમાનસિંહજી, વેસ્‍ટર્ન રેલ્‍વે મઝદૂર સંઘના પ્રેસીડેન્‍ટ શરીફખાન પઠાણ, જનરલ સેક્રેટરી આર. જી. કાબર સહિતના આગેવાનો તેમજ મુખ્‍ય મહેમાન તરીકે રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, ભાજપ અગ્રણી કશ્‍યપભાઈ શુકલ, શ્રી બુટાણી, ડી.આર.એમ. અનિલકુમાર જૈન સહિતના ઉપસ્‍થિત રહેશે.
આ અધિવેશનને સફળ બનાવવા વેસ્‍ટર્ન રેલ્‍વે મઝદૂર સંઘ રાજકોટ ડિવીઝનના મંડલ મંત્રી હિરેન મહેતાની આગેવાની હેઠળ હિમાંશુ જાદવ, બીપીન વ્‍યાસ, જે.ડી.વસાવડા, ડી.એસ.સહેરાવન, જસ્‍મીન ઓઝા, કેતન ભટ્ટી, ઝાકીર જામ, મનિષ મહેતા, વિષ્‍ણુ ગઢવી, પંકજ છાયણી, અવની ઓઝા, ધર્મિષ્‍ઠા થોરીયા, ધર્મિષ્‍ઠા પૈજા, પુષ્‍પા ડોડીયા, જયશ્રી સોલંકી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. (

 

(4:23 pm IST)