Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

રાજકોટના ૨૦ વિસ્‍તારોમાં વીજતંત્રની ૪૬ ટીમો દ્વારા સવારથી ધોંસ : સતત ત્રીજા દિવસે દરોડાનો દોર

ભાવનગર - ભુજ સર્કલમાં ૬૭ ટીમો ત્રાટકી : પોલીસ - વિડીયોગ્રાફરો સતત સાથે : ગઇકાલે રાજકોટમાં ૪૦ લાખની વીજચોરી ઝડપાઇ : રાજકોટમાં અનેક લંગરીયા ઝડપાશે

રાજકોટ તા. ૨૩ : સતત ત્રીજા દિવસે વીજ તંત્રે રાજકોટના અનેક વિસ્‍તારમાં વીજચોરી ઝડપી લેવા દરોડા પાડયા છે, ગઇકાલે ૪૧ લાખની વીજચોરી ઝડપી લેવાઇ હતી. રાજકોટ સિટી સર્કલના રાજકોટ સિટી ડિવીઝન-૧ હેઠળ કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્‍યું છે. આવરી લેવામાં આવેલ સબ ડિવીઝનમાં પ્રહલાદ પ્‍લોટ, કોઠારીયા રોડ, સોરઠીયાવાડી, મિલપરાનો સમાવેશ થાય છે, ઉપરોકત ૪ સબ-ડિવીઝનના આવરી લેવામાં આવેલ વિસ્‍તારોમાં ભીડભંજન વિસ્‍તાર, દરગાહ વિસ્‍તાર, દાણાપીઠ મેઇન રોડ, સટ્ટાબજાર ચોક, જંગલેશ્વર વિસ્‍તાર, નાડોદાનગર, સીતારામ સોસાયટી, સિધ્‍ધાર્થનગર, મારૂતિનગર, પૂજા પાર્ક, આશાપુરાનગર, ગાયત્રીનગર, ગોપાલનગર, ઢેબર કોલોની, નારાયણનગર, સહકાર મેઇન રોડ તથા મિલપરા મેઇન રોડ, લક્ષ્મીવાડી-૧૦, ઠાકર રેસ્‍ટોરન્‍ટ નજીકના વિસ્‍તારોનો સમાવેશ થાય છે.

કુલ ૪૬ ટીમો દ્વારા પોલીસ - એકસ આર્મીમેન તથા વિડીયોગ્રાફરોને સાથે રાખી ધોંસ બોલાવાઇ છે.

આ ઉપરાંત ભાવનગરના મહુવા સીટી - ગ્રામ્‍ય જેસર - બગદાણામાં અને અન્‍ય ૮ ગામોમાં તો ભુજના નખત્રાણા, કોઠારી, નલીયામાં કુલ ૬૭ ટીમો સવારથી દરોડા પાડી રહી છે.

(4:19 pm IST)