Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ફાયનાન્સ કંપનીમાંથી લોન લઇને આપેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા.ર૩ : રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના ગામ મેટોડા મુકામે રહેતા રાજેશ નરશીભાઇ વેકરીયાએ માધવ ફાયનાન્સમાંથી લીધેલ રકમ રૂા.૪,૧૦,૦૦૦ની લોન ુચકવવા તથા ચડત હપ્તાની રકમ રૂા.ર,૭૦,૦૦૦ મળી કુ રૂા.૬,૮૦,૦૦૦ ચુકવવા ઇસ્યુ કરી આપેલ ચેક રીટર્ન થતા તે સબંધેનો કેસ ચાલી જતા કેસ સાબિત માની રાજકોટના એડી ચીફ જયુડી. મેજી. (એ.પી.ડેર) આરોપીને એક વર્ષની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.

આ કેસની હકિકત જોઇએ તો ગાયત્રીનગર મેઇન રોડ પર માધવ ફાઇનાન્સના નામે ધંધો કરતા સંજય હંસરાજભાઇ ગોહીલ પાસેથી રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના ગામ મેટોડા મુકામે રહેતા રાજેશ નરશીભાઇ વેકરીયાએ પોતાના અંગત ઉપયોગ માટે નાણાની જરૂરીયાત ઉપસ્થિત થતા ફાઇનાન્સમાંથી લીધેલ લોનની રકમ રૂા.૪,૧૦,૦૦૦ તથા ચડત હપ્તાની રકમ રૂા.ર,૭૦,૦૦૦ મળી કુલ રકમ રૂા.૬,૮૦,૦૦૦ પરત કરવા ચેક ઇસ્યુ કરી આપી ચેક પાસ થઇ જવા આપેલ વચન, વિશ્વાસ અને ખાત્રી મુજબ ન વતી ચેક રીટર્ન થતા આરોપી વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ.

રેકર્ડ પરના રજુ મૌખીક તથા દસ્તાવેજી પુરાવાઓને સમગ્રપણે ધ્યાને લેતા ફરીયાદપક્ષની હકિકતોને સોગંદ પરના પુરાવાથી દસ્તાવેજી  પુરાવાને સંપૂર્ણપણે સમર્થન મળે છે. ફરીયાદવાળો ચેક આરોપીએ કાયદેસરના દેવાની  ચુકવણી પેટે આપેલ હતો તેવી હકિકત રેકર્ડ ઉપરના પુરાવાથી પુરવાર થયેલ છે. તેમજ ચેક રિટર્ન થયા બાદ નોટીસ આપ્યા બાદ કે કેસ દાખલ થયા બાદ વિવાદી ચેકની રકમમાંથી આરોપીએ ફરિયાદીને રકમ રૂા.૬,૮૦,૦૦૦ ન ચુકવી કસુર કરેલનું પુરવાર થાય છે. ફરીયાદીએ એન.આઇ. એકટના તમામ આવશ્યક તત્વો પુરવાર કરેલ છે, તેમજ ચેક આપેલ નહી હોવાનું કે ચેકમાં પોતાની સહી નહી હોવાનો આરોપીનો બચાવ નથી, ફરીયાદપક્ષના પુરાવાનું ખંડન કરતો ખંડનાત્મકપુરાવો આરોપી રેકર્ડ પર લાવવામાં સફળ થયેલ નથી. ત્યારે ફરીયાદીનો કેસ પુરવાર માની આરોપીને તકસીરવાન ઠેરવી આરોપી રાજેશ વેકરીયાને એક વર્ષની સજા ઉપરાંત રકમ રૂા.૬,૮૦,૦૦૦ બે માસમાં ફરીયાદીને વળતર પેટે ચુકવા અને તેમા કસુર કર્યે વધુ એક વર્ષની સજા ફરમાવતો સીમાચીન્હરૂપ ચુકાદો ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત કામમાં ફરીયાદી સંજય ગોહેલ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા.

(12:00 pm IST)