Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ગ્રાહકની લોન પાસ નહીં કરવા બાબતે દિપકભાઇ પટેલ પર ફાઇનાન્‍સ પેઢીના મેનેજર સહિતનો હુમલો

કાલાવડ રોડ સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ સામે બનાવઃ ફાયનાન્‍સ કંપનીના મેનેજર ગૌરવ બેનાની તેનો ભાઇ હાર્દીક બેનાની અને બે કર્મચારી જય અને અભિષેક સામે ગુનો

રાજકોટ,તા. ૨૩ : કાલાવડ રોડ પર સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ સામે આવેલ સુવર્ણ ભૂમિ કોમ્‍પ્‍લેક્ષમાં લોન અજન્‍ટનું કામ કરતા યુવાને પોતાના ગ્રાહકની લોન પાસ ન થતા તે બાબતે કહેતા ફાયનાન્‍સ કંપનીના મેનેજર તેનો ભાઇ અને બે કર્મચારીએ ઢીકા પાટુનો મારમારી ધમકી આપતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મોટામવા ક કંટારીયા શો રૂમ પાછળ આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર નં. ૧૩૦૨માં રહેતા દિપકભાઇ મુકેશભાઇ પટેલ (ઉવ.૩૯)એ તાલુકા પોલીસ મથકમાં કાલાવડ રોડ પર એલબીઆઇ બેંકની ઉપર આવેલ પીરામલ હાઉસીંગ ફાયનાન્‍સના મેનેજર ગૌરવ નીતીનભાઇ બેનાની તેનો ભાઇ હાર્દિક નીતીનભાઇ બેનાની તેના બે કર્મચારી જય હરીશભાઇ શીશાંગીયા અને અભિષેક બુચ સામે ફરિયાદ નોંધાવી છે.  દીપકભાઇએ ફરિયાદમાં જણાવ્‍યુ છે કે, પોતે સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ સામે સુવર્ણ ભૂમિ કોમ્‍પલેક્ષમાં વાઇન્‍ડ વેસ્‍ટર મેનેજમેન્‍ટ નામની ઓફીસ ધરાવી લોન અને ઇન્‍શ્‍યોરન્‍સને લગતુ કામકાજ કરે છે. પોતાના એક ગ્રાહકની પીરામલ હાઉસીંગ ફાયનાન્‍સમાં લોન પાસ કરાવવાની હોય, આ લોન પાસ થઇ ન હોય તે બાબતે પોતે ફાયનાન્‍સ કંપનીના મેનેજરને કહેતા મેનેજર તેનો ભાઇ અને બે કર્મચારીએ પોતાની સાથે બોલાચાલી કરી ગાળો આપી ઢીકાપાટુનો મારમાર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હતા. આ બનાવ અંગે પોતે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ પીએમ.રાઠવા સહિતે તપાસ હાથ ધરી છે.

(3:13 pm IST)